તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમારી બેટિંગ વખતે આશ્ચર્યજનક રીતે બોલ રિવર્સ થઇ રહ્યો હતો : રોહિત શર્મા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમને જાડેજા પર ભરોસો છે, નીચલા ક્રમે આવીને તે કેમિયો ઇંનિંગ્સ રમી શકે છે
  • ભુવનેશ્વરે આજે સારી બેટિંગ કરી પરંતુ બીજે છેડે કોઈ ઉભું ન હતું

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત સામે સિડનીમાં રમાયેલી પહેલી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતે 50 ઓવરમાં 254 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 22મી ઇન્ટરનેશનલ સદી ફટકારતા મેચમાં સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી ભારતને મેચ જીતાડવા સક્ષમ સાબિત ન થઇ હતી. મેચ બાદ રોહિતે કહ્યું કે અમારો ઈરાદો ભાગીદારી બનાવી ટાર્ગેટની નજીક જવાનો હતો પરંતુ તેવું થઈ શક્યું ન હતું. મને એ વાતનું પણ આશ્ચર્ય થયું કે જયારે તેઓ બોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોલ રિવર્સ-સ્વિંગ થઇ રહ્યો હતો.

1) અમને જાડેજા પર ભરોસો છે: રોહિત શર્મા

શરૂઆતમાં ઝડપથી 3 વિકેટ ગુમાવ્યા બાદ મેં અને ધોનીએ ઇંનિંગ્સને બિલ્ડ કરવાનું નક્કી કર્યું હતું. અમને ખબર હતી કે જો અમે સેટ થઇ ગયા તો પછી અમે અમુક બોલર્સને ટાર્ગેટ બનાવી રનરેટને કાબુમાં કરી લઈશુ.

અમે જયારે સારી સ્થિતિમાં હતા ત્યારે દુર્ભાગ્ય રીતે ધોની આઉટ થતા મને ખબર હતી કે હવે મેચ જીતવી વધુ અઘરી થઇ ગઈ છે. અમે રનરેટમાં તે સમયે ઘણા પાછળ હતા અને વાપસી કરવી મુશ્કેલ હતી.

અમને જાડેજા પર ભરોસો છે કે તે નીચલા ક્રમે આવીને કેમિયો ઇંનિંગ્સ રમી શકે છે. પણ તે જયારે બેટિંગ કરવા આવ્યો ત્યારે રનરેટ બહુ વધારે હતી અને કોઈ પણ નવા બેટ્સમેન માટે આવીને તરત ચોક્કા/છગ્ગા મારવા સહેલા નથી હોતા. તેમજ આશ્ચર્યજનક રીતે બોલ પણ રિવર્સ થઇ રહ્યો હતો, એટલે એ પ્રમાણે એડજસ્ટ થઇને પહેલા બોલથી શોટ્સ મારવા ઇઝી નથી હોતા.

આ હાર કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ અમુક સમયે અમારા નંબર 6,7 અને 8એ નીચલા ક્રમે ઉપયોગી રન કરવાના આવશે. ભુવનેશ્વરે આજે સારી બેટિંગ કરી પરંતુ બીજે છેડે કોઈ ઉભું ન હતું. અમને જાડેજા પર ભરોસો છે આવી પરિસ્થિતિમાં યોગદાન આપવાનો. તેણે ટેસ્ટમાં પણ સદી ફટકારી છે એટલે અનુભવની કોઈ કમી નથી. તે વનડે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા થનગની રહ્યો છે.

ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે અમારે ધીમું રમવું પડે. ઝડપથી ત્રણ વિકેટ ગુમાવી હોવાથી અમારે ધીરજ સાથે રમવું જરૂરી હતું. મારી અને ધોનીની જોડીની ખાસ વાત એ છે કે અમે વસ્તુઓને સિમ્પલ રાખીએ છીએ. ધોની હંમેશાં પરિસ્થિતિ પ્રમાણે રમે છે. અમે 25 ઓવર સુધી સ્કોરબોર્ડને ફરતું રાખવાનું વિચાર્યુ હતું અને ત્યારબાદ મોટા શોટસ રમત. મારા હિસાબે ધોનીએ ચોથા ક્રમે બેટિંગ કરવી જોઈએ. અંતિમ નિર્ણય કેપ્ટ્ન અને કોચનો રહે છે. અંબાતી રાયુડુ છેલ્લા કેટલાક સમયથી સારું રમી રહ્યો છે અને તે પણ રમવાનું ડિઝર્વ કરે છે. 

જયારે રાયુડુને અમ્પાયરે આઉટ આપ્યો ત્યારે તેને એવું લાગ્યું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો છે અને મને પણ એવું જ લાગ્યું હતું. DRS લેવા માટે ફક્ત 15 સેકન્ડનો સમય હોય છે, અને અમે ચર્ચા કરી તે બાદ કંઈક 5-7 સેકન્ડ જ બાકી હતી તેથી અમે તરત જ DRS લીધું હતું. અમે ભૂતકાળમાં પણ DRSને લઈને ડિસ્ક્સ કરી ચૂક્યા છીએ અને દર વખતે સાચું પડવું અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...