તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરભને 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ, ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર ત્રીજો શૂટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા અપૂર્વી  ચંદેલા અને અંજુમ મોદ્રીલ પણ ઓલિમ્પિકમાં કોટા હાંસિલ કરી ચૂકી છે 
  • સૌરભે ફાઈનલમાં 245 પોઇન્ટ પ્રાપ્ત કર્યા

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ આઇએસએસએફ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌરભે પુરુષ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવતા 245 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. તેણે યૂક્રેનના ઓલેહ ઓમેલચુક (243.6 પોઇન્ટ)નો રેકોર્ડ તોડ્યો હતો. આ ગોલ્ડ મેડલ સાથે તેણે 2020ના ટોક્યો ઓલિમ્પિક માટે કોટા પ્રાપ્ત કરી લીધો છે. તે કોટા મેળવનાર ત્રીજો ભારતીય છે. સૌરભની પહેલા અપૂર્વી ચંદેલા અને અંજુમ મોંડ્રિલા પણ ઓલિમ્પિક કોટા મેળવી ચૂક્યા છે. શનિવારે અપૂર્વીએ મહિલા 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

 

સૌરભ પહેલી વાર સિનિયર લેવલ ફાઇનલમાં પહોંચ્યો હતો
એશિયન ગેમ્સ અને યૂથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌરભ પહેલી વાર સિનિયર વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે ફાઇનલમાં સર્બિયાના દમિર મિકેચને હરાવ્યો હતો. સૌરભે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો