એશિયન બેડમિન્ટન / સાઈના, સિંધુ અને સમીર ટુર્નામેન્ટમાંથી બહાર થયા

Saina, Sindhu and Sameer out of Asian Badminton Championship

  • સાઈના નહેવાલને જાપાનની અકાને યામાગુચીએ 21-13, 21-23 અને 21-16થી હરાવી
  • પીવી સિંધુને ચીનની કાઈ યાનયાને 21-19, 21-9થી હરાવી
  • મેન્સ સિંગલ્સમાં સમીર વર્માને ચીનના શી યૂકીએ 36 મિનિટમાં હરાવ્યો

divyabhaskar.com

Apr 26, 2019, 05:49 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય સ્ટાર શટલર સાઈના નહેવાલ અને પીવી સિંધુ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઇ ગયા છે. વુમન્સ સિંગલ્સના ક્વાર્ટરમાં સાઈન નહેવાલને જાપાનની અકાને યામાગુચીએ 21-13, 21-23 અને 21-16થી હરાવી હતી. બીજી તરફ વર્લ્ડ નંબર 6 પીવી સિંધુને વર્લ્ડ નંબર 17 ચીનની કાઈ યાનયાને 21-19, 21-9થી સીધી ગેમોમાં હરાવી હતી.

સાઈના યામાગુચી સામે આઠમી વાર હારી

  • સાઈના અને યામાગુચીનો મુકાબલો 1 કલાક અને 9 મિનિટ ચાલ્યો હતો. સાઈના યામાગુચી સામે આઠમી વાર મેચ હારી હતી. તેનો હવે યામાગુચી સામેનો રેકોર્ડ 2-8નો છે.
  • પહેલી ગેમમાં 13-21થી હાર્યા પછી સાઈનાએ બીજી ગેમમાં વાપસી કરી 23-21થી પોતાના નામે કરી હતી. તે ત્રીજી અને છેલ્લી ગેમમાં પોતાની લય જાળવી ન શકતા ટુર્નામેન્ટની બહાર થઇ હતી.
  • સમીરને ક્વાર્ટર ફાઇનલમાં ચીનના શી યૂકીએ 36 મિનિટમાં હરાવ્યો હતો. યૂકીએ સમીરને 21-10, 21-12થી હરાવ્યો હતો. યૂકી હવે સમીર સામે 6માંથી 5મી મેચ જીત્યો છે.
X
Saina, Sindhu and Sameer out of Asian Badminton Championship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી