એશિયન બેડમિન્ટન / સાઈના, સિંધુ અને સમીરનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Saina, Sindhu and Sameer enters the quarters of Asian Badminton

  • સાઈનાએ 38 મિનિટમાં કોરિયાની કિમ ગા ઉનને 21-13, 21-13થી હરાવી
  • સિંધુએ 33 મિનિટમાં ઈન્ડોનેશિયાની ચોઈરુન્નિસાને 21-15, 21-19થી હરાવી
  • સમીરે હોંગકોંગના લોંગ એંગસ સામે 21-12, 21-19થી જીત્યો હતો

divyabhaskar.com

Apr 26, 2019, 04:21 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સાઈના નેહવાલ પાંચમી વખત એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. પીવી સિંધુ અને સમીર વર્માએ પણ અંતિમ-8 માં સ્થાન મેળવી લીધું છે. સાતમા સીડની સાઈનાએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાની કિમ ગા ઉનને 21-13, 21-13થી હરાવી હતી.

સાઈનાએ માત્ર 38 મિનિટમાં જીત મેળવી સતત બીજીવાર ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા તે 2010,2015,2016 અને 2018માં પણ ક્વાર્ટર ફાઈનલમાં રમી ચૂકી છે. હવે તેની મેચ વર્લ્ડ નંબર-4 જાપાનની અકાને યામાગુચી સાથે થશે. ત્રીજી સીડ યામાગુચી અને સાઈના વચ્ચે અત્યારસુધી 9 મેચ રમાઈ છે. યામાગુચીએ 7 અને સાઈનાએ 2 મેચમાં જીત મેળવી હતી.

ચોથી સીડ સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ઈન્ડોનેશિયાની ચોઈરુન્નિસાને 21-15, 21-19થી હરાવી હતી. સિંધુએ 33 મિનિટમાં જીત મેળવી હતી. વર્લ્ડ નંબર-6 સિંધુ હવે ક્વાર્ટર ફાઈનલમાં બિનક્રમાંકિત કેઈ યાનયાન (ચીન) સાથે રમશે. સિંધુએ સિંગાપુર ઓપનમાં પણ યાનયાનને હરાવી હતી. જ્યારે સમીર હોંગકોંગના લોંગ એંગસને 21-12, 21-19થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો. સમીર બીજી સીડવાળા ચીનના શી યૂકી સામે રમશે. સમીર અને શૂ યૂકી વચ્ચે કરિયર રેકોર્ડ 1-4નો છે.

X
Saina, Sindhu and Sameer enters the quarters of Asian Badminton
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી