બેડમિન્ટન / સાઇના ન્યૂઝીલેન્ડ ઓપનના પહેલાં જ રાઉન્ડમાં બહાર, 203 રેન્કથી નીચેનો ક્રમાંક ધરાવતી શટલર સામે હારી

Saina out of New Zealand open, praneet and pranay advances to next round

  • સાઇના હારતાંની સાથે જ ટૂર્નામેન્ટમાં વુમન્સ સિંગલ્સમાં ભારતીય પડકાર ખતમ
  • મેન્સ સિંગલ્સમાં બી સાઈ પ્રણીત અને એચએસ પ્રણય પ્રી-કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

divyabhaskar.com

May 01, 2019, 11:30 PM IST

ઓકલેન્ડઃ ભારતીય શટલર સાઇના નેહવાલ બુધવારે એક મોટા ઉલટફેરનો શિકાર બની. ન્યૂઝીલેન્ડ ઓપનમાં વુમન્સ સિંગલ્સના પહેલાં જ રાઉન્ડમાં તે 203 નંબરથી નીચેનો રેન્ક ધરાવતી શટલર સામે હારી ગઈ. ચીનની વાંગ ઝીયેઇએ સાઇનાને 21-16, 23-21, 21-4થી હરાવી. બીજી બાજુ મેન્સ સિંગલ્સમાં ભારતીય શટલર એચએસ પ્રણવ અને બી સાઇ પ્રણીત પોતપોતાના મુકાબલા જીતીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે.

પહેલી વાર સાઈના-વાંગ આમને-સામને થયા

  • સાઈના અને વાંગ પહેલી વાર એકબીજા સામે ટકરાયા હતા. સાઈના અત્યારે વર્લ્ડ નંબર 9 છે. જયારે વાંગ વર્લ્ડ નંબર 212 છે. વાંગે ગયા વર્ષે યૂથ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • સાઇના હારતાંની સાથે જ ટૂર્નામેન્ટમાં વુમન્સ સિંગલ્સમાં ભારતીય પડકાર પૂરો થઇ ગયો છે. આ ટુર્નામેન્ટમાં સાઈના સાથે ભારતની અનુરા પ્રભુદેસાઈ ઉતરી હતી, પરંતુ તે પણ સ્પર્ધાની બહાર થઇ ગઈ છે.
  • મેન્સ સિંગલ્સમાં પ્રણવે સિંગાપુરના લોહ કીન યેઈને 21-15, 21-14થી હરાવ્યો હતો. પ્રણવ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ઈંડોનેશિયાના ટોમી સુગિરતો સામે રમશે.
  • પ્રણિત પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો છે. તેણે પોતાના હમવતન શુભંકર ડેને 21-17, 19-21, 21-15થી હરાવ્યો હતો. આગામી રાઉન્ડમાં તેનો મુકાબલો 2 વારના ઓલિમ્પિક ચેમ્પિયન લિન ડૈન સાથે થશે.
X
Saina out of New Zealand open, praneet and pranay advances to next round
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી