ફૂટબોલ / મેસીએ આ સિઝનમાં દર 73મી મિનિટે ગોલ કર્યો, 10મી વાર લા લિગા ટાઇટલ પોતાના નામે કર્યું

Messi has scored a goal every 73rd minute this season, wins La Liga title for tenth time

  • લિયોનલ મેસીએ આ સિઝનમાં અત્યાર સુધી 32 મેચમાં 34 ગોલ કર્યા છે
  • તેણે બાર્સેલોના માટે પહેલો ગોલ 2004-05ની સિઝનમાં કર્યો હતો

divyabhaskar.com

Apr 30, 2019, 04:38 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બાર્સેલોનાએ શનિવારે લેવાંતેને 1-0થી હરાવીને 26મી વાર લા લિગા ટુર્નામેન્ટ જીતી હતી. આ મેચમાં સ્ટાર ફૂટબોલર લિયોન મેસીએ ગોલ કર્યો હતો. મેસીએ 10મી વાર લા લિગા ટાઇટલ જીત્યું હતું. તે 2004થી બાર્સેલોના માટે રમે છે. તેણે પોતાનું પહેલું ટાઇટલ 2004-05ની સિઝનમાં જીત્યું હતું. મેસીએ આ સિઝનની 32 મેચમાં 34 ગોલ અને 10 આસિસ્ટ કર્યા હતા. તેણે દર 73.1 મિનિટે એક ગોલ કર્યો હતો. તેણે આ સિઝનમાં પ્રતિ મેચ 1.06 ગોલ કર્યો હતો.

મેસીને 7 વાર લા લિગા બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે
મેસીએ બાર્સેલોના માટે 450 મેચમાં 417 ગોલ કર્યો છે. તે પાંચ વાર 'બૈલેન ડી ઑર' એવોર્ડ જીતી ચૂક્યો છે. ત્રણ વાર યૂરોપનો બેસ્ટ ફૂટબોલર પણ બન્યો છે. તે ઉપરાંત તેને 7 વાર લા લિગા બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. બાર્સેલોના સાથે તેણે ચાર વાર યુએફા ચેમ્પિયન્સ લીગ પણ જીતી છે. આ વખતે તેની ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચી છે.

X
Messi has scored a goal every 73rd minute this season, wins La Liga title for tenth time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી