તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનુ-સૌરભની જોડીએ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો, ભારત હંગેરી સાથે સંયુક્ત રૂપે પ્રથમ સ્થાને રહ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મનુ અને સૌરભે ક્વોલિફિકેશનમાં 778 પોઇન્ટ મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો 
 • સૌરભ ચૌધરીએ પુરુષ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં પહેલા જ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે 
 • ભારત અને હંગેરીના શૂટર્સે 3-3 ગોલ્ડ મેડલ જીત્યા 

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય શૂટર્સ મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ બુધવારે આઇએસએસએફ વર્લ્ડકપના 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેંટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ અને સૌરભે ફાઇનલમાં 483.4નો સ્કોર મેળવ્યો હતો. આ ઇવેંટ સાથે વર્લ્ડકપ સમાપ્ત થયો હતો. ભારત આ વર્લ્ડકપમાં હંગેરી સાથે સંયુક્ત રૂપે પ્રથમ સ્થાને રહ્યું હતું. બને દેશે 3-3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ચીન ફક્ત એક જ ગોલ્ડ મેડલ જીતી શક્યું હતું. આ વર્લ્ડકપ થકી ભારતના સૌરભ ચૌધરીએ ઓલિમ્પિક કોટા હાંસલ કર્યો છે. 

 

ચીનની જોડી બીજા અને દક્ષિણ કોરિયાની જોડી ત્રીજા સ્થાને રહી 

10 મીટર એર પિસ્ટલ મિસ્ક્ડ ટીમ ઇવેંટમાં ચીનની જિયાંગ રેંજીન અને ઝાંગ બોવેનની જોડી 477.7 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાની જોડી 418.8 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

 

પુરુષ 10 મીટર એર પિસ્ટલનો વર્લ્ડ રેકોર્ડ સૌરભના નામે 

આ વર્લ્ડકપમાં સૌરભે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ પહેલા પુરુષ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચૂક્યો હતો. સૌરભે વર્લ્ડ રેકોર્ડ સાથે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 245નો સ્કોર બનાવીને યુક્રેનના ઓલેહ ઓમેલચુકનો રેકોર્ડ તોડ્યો હતો. સૌરભે ગોલ્ડ મેડલ સાથે 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં પણ ક્વોલિફાય થઇ ગયો છે. તે ઓલિમ્પિક કોટા હાસિલ કરનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. 

 

મનુ 25 અને 10 મીટર પિસ્ટલમાં મેડલ જીતી ન શકી 

મનુ ભાકર મહિલા 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી શકી ન હતી. મનુએ ક્વોલીફાઈંગ  રાઉન્ડમાં 573ના સ્કોર સાથે 14મા સ્થાને રહી હતી. તે 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં પણ મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો