ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ / રોનાલ્ડોએ 8મી હેટ્રિક લગાવી મેસ્સીની બરાબરી કરી

Divyabhaskar.com

Mar 14, 2019, 08:44 AM IST
Juventus beat Atlétiko Madrid and reached the quarterfinals of Champions League
X
Juventus beat Atlétiko Madrid and reached the quarterfinals of Champions League

 • જુવેન્ટ્સે એટ્લેટિકો મેડ્રિડને 3-2થી હરાવ્યું
 • જુવેન્ટ્સ 12મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું 
 • માન્ચેસ્ટર સિટીએ શાલ્કેને 10-2થી હરાવીને બીજી મોટી જીત મેળવી

સ્પોર્ટસ ડેસ્ક. ઇટાલીના ફૂટબોલ ક્લબ જુવેન્ટ્સ અને ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટીએ ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તૂરિનના જુવેન્ટ્સ સ્ટેડિયમમાં જુવેન્ટ્સને એટ્લેટિકો મેડ્રિડને અને માન્ચેસ્ટર સિટીના ઇતિહાદ સ્ટેડિયમમાં માન્ચેસ્ટર સિટીએ શાલ્કેને હરાવ્યું. જુવેન્ટ્સ તરફથી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ હેટ્રિક લગાવી હતી. તેમણે 27મી, 49મી અને 86મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કર્યો.

સિટીએ શાલ્કેને 10-2થી હરાવ્યું

1.જુવેન્ટ્સે બીજા લેગની મેચમાં એટ્લેટિકો મેડ્રિડને 3-0થી હરાવ્યું. જુવેન્ટ્સ પહેલાં લેગમાં 0-2થી હાર્યું હતું. એટલે મેચનો કુલ સ્કોર 3-2થી જુવેન્ટ્સના પક્ષે રહ્યો. રોનાલ્ડોએ ચેમ્પિયન્સ લીગમાં પોતાની આઠમી હેટ્રિક લગાવી હતી. હવે તે લીગમાં હેટ્રિક લગાવવાના મામલે લિયોનલ મેસ્સીની બરાબરી પર પહોંચી ગયો છે. જુવેન્ટ્સની ટીમ 13 વર્ષ પછી લેગ હાર્યા પછી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. 
2.માન્ચેસ્ટર સિટીએ જર્મન ક્લબ શાલ્કેને બીજા લેગની મેચમાં 7-0થી હરાવ્યું. સિટીએ પહેલાં લેગને 3-2થી જીત્યો હતો. મેચનો કુલ સ્કોર 10-2 રહ્યો. માન્ચેસ્ટર સિટીની લીગની નોકઆઉટમાં સૌથી મોટી જીત મેળવનારી પહેલી ઇંગ્લિશ ટીમ બની. આ લીગની નોકઆઉટ મેચમાં બીજી મોટી જીત છે.
3.52 હેટ્રિક લગાવી ચૂક્યો છે રોનાલ્ડો પોતાના કરિયરમાં. 44 રિયલ મેડ્રિડ તરફથી, 6 પોર્ટુગલ તરફથી અને 1-1 માન્ટેસ્ટર યુનાઇટેડ અને જુવેન્ટ્સ તરફથી લગાવી. 
4.50 મો ગોલ કર્યો લેરોય સાનેએ સીનિયર ક્લબ ફૂટબોલમાં. તેમણે 37 ગોલ સિટી તરફથી અને 13 શાલ્કે તરફથી કર્યા.
5.18 વર્ષ 288 દિવસના ફિલ ફોડેને માન્ચેસ્ટર સિટી તરફથી ગોલ કરનાર સૌથી યુવાન ખેલાડી બન્યો.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી