એશિયન રેસલિંગ / બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના સયાતબેક ઓકસાવને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

Bajrang Punia wins gold in Asian Wrestling Championship

  • બજરંગ 65 કિલોગ્રામની કેટેગરીમાં અજય રહીને ચેમ્પિયન બન્યો
  • તેણે ગયા વર્ષે એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, જયારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

divyabhaskar.com

Apr 23, 2019, 07:23 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ મંગળવારે ચીન ખાતે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની 65 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં કઝાકિસ્તાનના સયાતબેક ઓકસાવને 12-7થી હરાવ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. બજરંગે ગયા વર્ષે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જયારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

2-5થી પાછળ રહ્યા પછી ફાઇનલ જીતી

  • બજરંગ એક સમયે બાઉટમાં 2-5થી પાછળ ચાલી રહ્યો હતો, પરંતુ તેણે શાનદાર વાપસી કરીને મેચ પોતાના નામે કરી હતી. બજરંગે ગોલ્ડ મેડલ સુધીની સફરમાં બધી મેચ જીતી હતી.
  • તેણે પહેલા શ્રીલંકાના ડીવોશન ચાર્લ્સ ફર્નાન્ડોને 10-0થી અને ક્વાર્ટર ફાઇનલમાં ઈરાનના પેઈમૈન બિયોકાગા બિયાબાનીને 6-0થી હરાવ્યો હતો. તેણે સેમિફાઇનલમાં ઉઝબેકિસ્તાનના સિરોજિદિનને 12-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
X
Bajrang Punia wins gold in Asian Wrestling Championship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી