એશિયન બેડમિન્ટન / સાઈના અને સિંધુનો બીજા રાઉન્ડમાં પ્રવેશ, શ્રીકાંત પહેલા રાઉન્ડમાં બહાર

Asia Badminton Championships: Sindhu and Saina notch up contrasting wins to enter second round

  • સાઈનાએ ચીનની હાન યૂએને 12-21, 21-11, 21-17થી હરાવી
  • સિંધુએ જાપાનની ટાકાહાશીને 21-17, 21-7થી હરાવી

divyabhaskar.com

Apr 24, 2019, 05:35 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સ્ટાર શટલર સાઈના નહેવાલે એશિયન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. તેણે પહેલા રાઉન્ડમાં ચીનની હાન યૂએને 12-21, 21-11 અને 21-17થી હરાવી હતી. બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો જાપાનની કિમ ગા ઇયુન સાથે થશે. જયારે પીવી સિંધુએ જાપાનની સયાકા ટાકાહાશીને હરાવી હતી. તેણે આ મુકાબલો 21-17, 21-7થી પોતાના નામે કર્યો હતો. બીજા રાઉન્ડમાં સિંધુનો મુકાબલો ઈંડોનેશિયાની ચોઈરૂનિસા સાથે થશે.

મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 8 કિદાંબી શ્રીકાંતને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને વર્લ્ડ નંબર 51 ઇન્ડોનેશિયાના શેસાર હિરેન રુસ્તાવિતોએ 21-16, 22-20થી હરાવો હતો. હિરેન સામે શ્રીકાંતની આ બીજી હાર હતી. આ પહેલા 2011માં પણ શ્રીકાંત જુનિયર સ્પર્ધામાં તેની સામે હાર્યો હતો.

X
Asia Badminton Championships: Sindhu and Saina notch up contrasting wins to enter second round
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી