ફૂટબોલ / રોનાલ્ડોની ઇન્ટરનેશનલ મેચમાં 8મી હેટ્રિક, યુરો કપ ક્વોલિફાયરમાં પોર્ટુગલે લિથુઆનિયાને હરાવ્યું

8th hat-trick for Ronaldo in international match, Portugal beat Lithuania in Euro Cup qualifier

  • રોનાલ્ડોએ 7મી, 61મી, 65મી અને 76મી મિનિટે ગોલ કર્યા
  • તેણે પોર્ટુગલ માટે છેલ્લી 27 મેચમાં 32 ગોલ કર્યા

Divyabhaskar.com

Sep 11, 2019, 11:28 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: યુએફએ યુરો કપ ક્વોલિફાયરમાં મંગળવારે પોર્ટુગલે લિથુઆનિયાને 5-1થી હરાવ્યું હતું. લિથુઆનિયાના વિલનિયસમાં રમાયેલી મેચમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 4 ગોલ કર્યા હતા. તેણે ઇન્ટરનેશનલ મેચમાં 8મી હેટ્રિક કરી હતી. ક્લબ ફૂટબોલ સહિત આ રોનાલ્ડોના કરિયરની 54મી હેટ્રિક હતી. આ પોર્ટુગલની સતત બીજી જીત છે. તેણે ગયા મુકાબલામાં સર્બિયાને 4-2થી હરાવ્યું હતું.

રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ મેચમાં 93 ગોલ કર્યા છે. તેણે પોર્ટુગલ માટે છેલ્લી 27 મેચમાં 32 ગોલ કર્યા છે. લિથુઆનિયા વિરુદ્ધ રોનાલ્ડોએ 7મી મિનિટે પેનલ્ટીને કન્વર્ટ કરીને પહેલો ગોલ કર્યો હતો. જોકે વિતાઉતસે 28મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર લાવી દીધો હતો.

રોનાલ્ડોએ બીજા હાફમાં ત્રણ ગોલ કર્યા
બીજા હાફમાં પોર્ટુગલે બીજા હાફની સરખામણીએ આક્રમક શરૂઆત કરી હતી. રોનાલ્ડોએ 61મી, 65મી અને 76મી મિનિટે ગોલ કર્યા હતા. આ જીત સાથે પોર્ટુગલની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. યૂક્રેન પહેલા સ્થાને છે.

X
8th hat-trick for Ronaldo in international match, Portugal beat Lithuania in Euro Cup qualifier
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી