કર્ણાટક / ચેમ્પિયનશિપમાં ભાગ લેવા 19 વર્ષીય બોક્સર પૂરમાં અઢી કિલોમીટર તર્યો, સિલ્વર જીત્યો

19-year-old boxer swims two-and-a-half kilometers in floods to win championship, Silver wins

  • નિશાનનું ગામ મન્નૂર પૂરમાં તણાઈ ગયું હતું, રોડ તૂટવાથી સંપર્ક વિહોણા થયું હતું
  • ટીમના મેનેજર ગજેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું કે તેમ છતાં તે પોતાના પિતા સાથે 45 મિનિટ સુધી પૂરમાં તરીને આવ્યો હતો
  • નિશાને કહ્યું કે, મારા પિતાએ મારુ મનોબળ મજબૂત કર્યું અને પછી અમે તરીને ટીમ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો

Divyabhaskar.com

Aug 13, 2019, 09:52 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કર્ણાટકના બેલગાવી જિલ્લામાં મન્નૂર નામનો બોક્સર પૂરમાં તરીને બોક્સિંગ પર જવાના લીધે ચર્ચામાં છે. કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. 12 જિલ્લા ભારે પ્રભાવિત થયા છે. 7 ઓગસ્ટના રોજ નિશાન મનોહરનું ગામ આ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ગામને જોડનાર ત્રણેય રોડ તૂટી ગયા હતા. તેથી ત્યાં રેસ્ક્યૂ ટીમનું પહોંચવું પણ અઘરું થઇ રહ્યું હતું.

નિશાનને બેંગ્લોરની ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો. તેણે પોતાની બોક્સિંગ કીટને પોલિથિનમાં પેક કર્યો હતો. તે પછી પિતા સાથે 45 મિનિટ તરીને બોક્સિંગ ટીમ સુધી પહોંચ્યો હતો. તે પછી રાજ્ય સ્તરની ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો.

2 વર્ષ પહેલા બોક્સિંગ શરૂ કરી હતી
નિશાન બેલગાવીના જ્યોતિ પીયૂ કોલેજમાં 12માં ધોરણમાં ભણે છે. તેણે 2 વર્ષ પહેલા અર્જુન પુરસ્કાર વિજેતા કેપ્ટન મુકુંદ કિલેકર સાથે ટ્રેનિંગ શરૂ કરી હતી. નિશાને જણાવ્યું હતું કે, હું કોઈ પણ સંજોગમાં ટીમ સુધી પહોંચવા માગતો હતો. મારા પિતાએ મારુ મનોબળ વધાર્યું હતું અને પછી અમે તરીને ટીમ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું. હું ગોલ્ડ જીતી શક્યો ન હતો. કદાચ નસીબ મારી સાથે ન હતું. આવતા વર્ષે ગોલ્ડ જ જીતીશ.

નિશાન ટ્રેનિંગ ન કરી શક્યો હતો

  • બોક્સિંગ ટીમના મેનેજર ત્રિપાઠી અનુસાર, વરસાદ અને પૂરના લીધે છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકની સ્થિતિ ખરાબ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અઘરું હતું. તેવામાં નિશાન ઘણા દિવસો સુધી ટ્રેનિંગમાં આવી શક્યો ન હતો.
  • જોકે સારી વાત એ છે કે તે ટ્રેનિંગમાં ભાગ લઈ શક્યો હતો. નિશાન અને તેના પિતાએ 3 વાગીને 45 મિનિટે ચાલવાનું શરૂ કર્યું હતું અને 4 વાગીને 30 મિનિટે મેન રોડ પર પહોંચ્યા હતા. ત્યાં 6 સદસ્ય ટીમ તેમની રાહ જોઈ રહી હતી. તે પછી બધાએ રાતની બેંગ્લોરની ટ્રેન પકડી હતી. નિશાનની જીત અને તેના પ્રયત્ને આ ઇવેન્ટને ખાસ બનાવી દીધી હતી.
X
19-year-old boxer swims two-and-a-half kilometers in floods to win championship, Silver wins
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી