• Gujarati News
  • Sports
  • Yamaguchi Defeated World No. 1 Tai Ju Ying, The Second Japanese Woman To Become World Champion In A Consecutive Game.

વર્લ્ડ ચેમ્પિયનશિપ:યામાગુચી વર્લ્ડ ચેમ્પિયન બનનાર જાપાનની બીજી મહિલા ખેલાડી, વર્લ્ડ નંબર-1 તાઈ જૂ યિંગને સતત ગેમમાં હરાવી

હ્યૂલવા (સ્પેન)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકાને યામાગુચીની તસવીર - Divya Bhaskar
અકાને યામાગુચીની તસવીર

મહિલા કેટેગરીમાં જાપાનની અકાને યામાગુચી વર્લ્ડ ચેમ્પિયન બની. બીજી સીડ યામાગુચીએ વર્લ્ડ નંબર-1 અને ટોપ સીડ તાઈ જૂ યિંગને 21-14, 21-11થી હરાવી. 24 વર્ષીય યામાગુચીએ તાઈવાનની 27 વર્ષીય તાઈ જૂને 39 મિનિટમાં હરાવી. વર્લ્ડ નંબર-3 યામાગુચી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર જાપાનની માત્ર બીજી મહિલા ખેલાડી છે. આ અગાઉ નોજોમી ઓકુહારા 2017માં ગ્લાસગો ખાતેની ચેમ્પિયનશિપમાં ભારતની સિંધુને હરાવી ચેમ્પિયન બની હતી.

ચીનની બિંગજિયાઓ અને ઝેંગ યિમાને બ્રોન્ઝ જીત્યા. જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં થાઈલેન્ડની જોડી, મહિલા ડબલ્સમાં ચીનની જોડી અને પુરુષ ડબલ્સમાં જાપાનની જોડી વિજેતા બની. બીજી સીડ ડેચાપોલ પુવરાનુક્રોહ-સપસિરીની જોડીએ જાપાનની યુતા-એરિસા હિગાશિનોને 21-13, 21-14થી હરાવી. થાઈ જોડી 46 મિનિટમાં જીતી. આ થાઈલેન્ડનો વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં માત્ર બીજો મેડલ છે. રત્ચાનોક ઈન્તાનોને 2013માં મહિલા સિંગલ્સ ટાઈટલ જીત્યું હતું.

મહિલા ડબલ્સમાં ચેન કિંગ ચેન-જિયા યી ફેને કોરિયાની લી સોહિ-શિન સિયુંગચેનને 21-16, 21-17થી માત આપી. ચીનની જોડી 1 કલાક 4 મિનિટમાં જીતી. જ્યારે પુરુષ ડબલ્સમાં તાકુરો હોકી-યુગો કોબાયાશીએ ચીનના જ જી તિંગ-તેન કિયાંગને 21-12, 21-18થી માત આપી.

અન્ય સમાચારો પણ છે...