તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતે પ્લેઇંગ-11ની પસંદગીમાં ભૂલ કરી?:સ્વિંગ અને સીમિંગ કન્ડિશનમાં ચોથા ફાસ્ટ બોલરની કમી વર્તાઈ, રવીન્દ્ર જાડેજાને માત્ર 7.2 ઓવર જ મળી

સાઉથેમ્પ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી ઇનિંગમાં અશ્વિને જોરદાર બોલિંગ કરી, જોકે જાડેજા આ વખતે કોઈ પ્રભાવ પાડી શક્યો નહિ

ન્યૂઝીલેન્ડ વિશ્વનું પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ ઈનિંગના રિઝર્વ ડેમાં કિવી ટીમે શાનદાર દેખાવ કરતાં ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. આ પરિણામ આવ્યા પછી એ અંગે ચર્ચાઓ શરૂ થઈ કે શું ટીમ ઈન્ડિયાએ ફાઈનલ માટે પ્લેઈંગ-11ના સિલેક્શનમાં ભૂલ કરી દીધી? સાથે જ ભારતીય ટીમની બેટિંગ પર પણ સવાલો કરવામાં આવી રહ્યા છે.

પ્રથમ ઈનિંગમાં 7.2 ઓવર જ કરી શકયો જાડેજા
ભારતીય ટીમ આ મેચમાં ત્રણ બોલર અને બે સ્પિનર્સની સાથે ઊતરી, જોકે પાંચમાં બોલર રવીન્દ્ર જાડેજાએ ટીમમાં ખાસ કામ કર્યું નથી. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં ભારતે 99.2 ઓવરની બોલિંગ કરી. જાડેજાએ એમાંથી માત્ર 7.2 ઓવર ફેંકી. આ 7 ઓવર પણ તેને એટલા માટે મળી, કારણ કે ભારત ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને થોડો આરામ આપવા માગતું હતું. ટીમના એક અન્ય સ્પિનર રવિચંદ્રન અશ્વિને બે વિકેટ જરૂર લીધી, જોકે તેને માત્ર 15 ઓવર બોલિંગ મળી. લગભગ 100 ઓવરમાં જો બે સ્પિનર મળીને માત્ર 22 ઓવર નાખે તો એ સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ તેમને અનુકૂળ નથી.

બીજી ઈનિંગમાં અશ્વિને જોરદાર બોલિંગ કરી, જોકે જાડેજા આ વખતે કોઈ પ્રભાવ પાડી શક્યો નહિ. બીજી ઈનિંગમાં અશ્વિને 10 ઓવરમાં બે વિકેટ લીધી, જ્યારે જાડેજા 8 ઓવરમાં કોઈ વિકેટ ન લઈ શક્યો.

લાંબા સ્પેલમાં થાકી ગયા ભારતીય ફાસ્ટ બોલર
બે સ્પિનર સામેલ કરવાને કારણે સાઉથેમ્પ્ટનની પરિસ્થિતિમાં ભારતીય ફાસ્ટ બોલરોએ વધુ મહેનત કરવી પડી. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં ઈશાંતે 25 તો શમી અને બુમરાહે 26-26 ઓવરની બોલિંગ કરી. કિવીની ઈનિંગના અંતિમ તબક્કામાં ભારતના ફાસ્ટ બોલર થાકેલા જોવા મળ્યા અને તેમને ચોથા સાથીની અછત સૌથી વધુ અનુભવાઈ હતી. જો શાર્દૂલ ઠાકુર કે મોહમ્મદ સિરાજમાંથી કોઈ એક હાજર હોત તો ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના આધારે લીડ ન લેવી પડી હોત અને મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત.

ન્યૂઝીલેન્ડની પાસે હંમેશાં ઉપલબ્ધ છે એક ફ્રેશ ઝડપી બોલર
ભારતથી વિપરીત ન્યૂઝીલેન્ડની ટીમ આ મુકાબલામાં આઉટ એન્ડ આઉટ પેસ અટેકની સાથે ઊતરી. અનુભવી ટિમ સાઉદી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનર અને કાઈલ જેમિસન કિવી ટીમનો પેસ અટેકનો હિસ્સો રહ્યા. તેમને સાથ આપવા માટે ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રેંડહોમ પણ હાજર હતો, એટલે કે દરેક સમયે ન્યૂઝીલેન્ડની પાસે ઓછામાં ઓછા બે ફાસ્ટ બોલર સંપૂર્ણ એનર્જીન સાથે બોલિંગ કરવા માટે હાજર હતા. ભારતની પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડના કોઈપણ બોલરે 22થી વધુ ઓવર નાખવી પડી નથી.

બેટિંગમાં પણ ખાસ કઈ ન કરી શક્યા જાડેજા-અશ્વિન
જાડેજા અને અશ્વિનને પ્લેઈંગ-11માં સામેલ કરવા પાછળ એ તર્ક પણ આપવામાં આવ્યો કે બંને મળીને લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ કરી શકે, જોકે આ મામલે પણ નિરાશા જ હાથ લાગી. બંનેએ મળીને ચાર ઈનિંગમાં 50 રન બનાવ્યા, એટલે કે 15ની સરેરાશ.

ત્રીજી ઈનિંગમાં ભારતની રણનીતિ સમજથી પર
બે સ્પિનર્સની પસંદ જ ટીમ ઈન્ડિયાની એક મોટી ભૂલ ન હતી. બીજી ઈનિંગની બેટિંગમાં પ્લાનિંગની કમી પણ સ્પષ્ટ દેખાય છે. તમામ વિશેષજ્ઞનું માનવું છે કે મેચ બચાવવા કે જીતવા માટે ઓછામાં ઓછા 175 રનની લીડ લેવી જરૂરી હતી, સાથે જ ચોથી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડને 40થી વધુ ઓવર આપવી ખતરનાક સાબિત થઈ. એમ છતાં ભારતીય બેટ્સમેન કોઈપણ રણનીતિની સાથે રમત નજર ન આવ્યા. જે રીતે રિષભ પંત અને અશ્વિને પોતાની વિકેટ ગુમાવી એનાથી એ વાત સ્પષ્ટ જાહેર છે કે ભારતીય પ્લેયર્સે ક્રીઝ પર સમય વિતાવવાનું મહત્ત્વ ન સમજ્યું.

આ પહેલાં કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે પણ કોઈ ખાસ હેતુ સાથે બેટિંગ કરતા ન જોવા મળ્યા. તેમણે આક્રમક કે રક્ષાત્મક બેટિંગ ન કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...