સાઈકલિંગ વિવાદમાં મહિલાની ફરિયાદ:લખ્યું- 'સર બળજબરીપૂર્વક મારા રૂમમાં આવ્યા અને મને પત્ની બનવા દબાણ કર્યું'

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

ભારતીય મહિલા ટીમની એક સાઈકલિસ્ટે ચીફ કોચ આર કે શર્મા સામે દુર્વ્યવહારનો આક્ષેપ લગાવ્યો છે. ત્યારપછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ તાત્કાલિક પગલાં ભારી કેમ્પથી પરત બોલાવી લીધા છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડીઓ સ્લોવેનિયામાં તૈયારી કરી રહી હતી.

બુધવારે મહિલા ખેલાડીએ ફરિયાદ કરી હતી. ખેલાડીએ ફરિયાદમાં લખ્યું હતું કે 29 મેના દિવસે સર બળજબરી પૂર્વક મારા રૂમમાં આવ્યા અને મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમને મને પોતાની પત્ની બનવા માટે પણ દબાણ કર્યું હતું. ત્યારપછી SAIએ ભારતીય ટીમને પરત બોલાવી દીધી છે.

કોચ સામે ગેરવર્તણૂકનો આક્ષેપ
ફરિયાદ પછી SAIએ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને ખેલાડી તરફથી વધુ એક પત્ર મળી આવ્યો છે. જેમાં ખેલાડીએ પોતાના ફોરેન કોચ સામે ગેરવર્તણૂકનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે અમે તાત્કાલિક પગલાં ભરી દરેક ખેલાડીને સ્વદેશ બોલાવી લીધા છે. આ કોચની નિમણૂક સાઈકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ભલામણ પર કરાઈ હતી.

તમને જણાવી દઈએ કે એશિયન ટ્રેક સાઈકલિંગ ચેમ્પિયનશિપથી પહેલા આ વિવાદ સામે આવ્યો છે. ભારત આ મહિને એશિયન ચેમ્પિયનશિપને હોસ્ટ કરવા જઈ રહ્યું છે. જેની સ્પર્ધા 14 જૂનથી દિલ્હીમાં શરૂ થશે.

તપાસ માટે કમિટિની રચના
SAIએ આ મામલે તપાસ માટે એક કમિટિનું નિર્માણ કરી દીધું છે. SAI સિવાય સાઈકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પણ તપાસ માટે અલગ કમિટિ બનાવી છે. ફેડરેશને નિવેદન જાહેર કર્યું જેમાં જણાવ્યું છે કે અમે ખેલાડીઓની સાથે છીએ અને તપાસમાં SAI દ્વારા આયોજિત કમિટિનો સહયોગ કરીશું.

ફોરેન એક્સપોઝર કેમ્પમાં ખેલાડી તૈયારી કરી રહ્યા હતા
સાઈકલિંગના ખેલાડીઓ સ્લોવેનિયામાં ફોરેન એક્સપોઝર કેમ્પમાં એશિયા કપની તૈયારી કરી રહ્યા હતા. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અંતર્ગત વિવિધ ગેમ સાથે સંકળાયેલા એથલીટ્સને આ પ્રોગ્રામમાં જવાની તક મળી હતી. આના અંતર્ગત એથલીટ વિવિધ ટેકનીક, વાતાવરણ હેઠળ રમતા શીખે છે.

અન્ય સમાચારો પણ છે...