તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Wrestlers Can Go To Russia For Final Preparations, Starting A Three week Boxing Camp In Italy

ટોક્યો ઓલિમ્પિકમાં 27 દિવસ બાકી:અંતિમ તૈયારી માટે રેસલર રશિયા જઇ શકે છે, ઇટાલીમાં ત્રણ સપ્તાહનો બોક્સિંગ કેમ્પ શરૂ

ચંડીગઢ/રાયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય ખેલાડીઓની તૈયારી અંતિમ ચરણમાં, શૂટિંગ, રેસલિંગ, બોક્સિંગમાં ભારત મેડલ માટે દાવેદાર
  • ભારતીય ખેલાડી મેચના 5-6 દિવસ પહેલા ટોક્યો પહોંચશે

ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. શૂટિંગ, રેસલિંગ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડી વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં શામેલ છે. એટલા માટે આ ત્રણ રમતમાં ભારત મેડલ માટે સૌથી વધુ આશાસ્પદ છે. આ કારણથી તેમના એસોસીએશન અને ભારતીય ઓલિમ્પિક સંઘ તૈયારીમાં કોઇ કસર છોડવા માંગતી નથી. તમામ બાબતોને જોતા ભારતીય પહેલવાન જુલાઈના પહેલા સપ્તાહમાં રુસ જઇને ટ્રેનિંગ કરી શકે છે. મુક્કેબાજ પણ ત્રણ અઠવાડિયા માટે ઇટાલીના પ્રવાસે જશે. આઈઓએ અધ્યક્ષ નરેંદર બત્રાએ કહ્યું, ‘જે ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ કરવી હતી, તેમને તે ઉપ્લબ્ધ કરવામાં આવી છે. ખેલાડીઓની દરેક માંગ પુરી કરવામાં આવી છે. ઇક્વિપમેન્ટની સાથે-સાથે અન્ય સુવિધાઓ પણ ઉપ્લબ્ધ કરવામાં આવી છે.

શૂટિંગ અને કુશ્તીના સંઘને પોતાના ખેલાડીઓ પાસે એકથી વધુ ગોલ્ડની આશા
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત સચિવ વિનોદ તોમરે કહ્યું, અમારા કેટલાક ખેલાડીઓ વિદેશમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. કેટલાક ખેલાડીઓને 5 જુલાઈ સુધી ટ્રેનિંગ પર મોકલવામાં આવશે. રુસ કે અન્ય દેશમાં જલ્દી ટ્રેનિંગનો પ્રોગ્રામ બનશે. બજરંગ, વિનેશ, રવિ અને દીપકની પાસે નેશનલ કેમ્પના કોચની સાથે પર્સનલ કોચ પણ છે. તે પણ ઓલિમ્પિકમાં સાથે જઇ શકશે.’ તેમણે કહ્યું, અત્યાર સુધી અમે કુશ્તીમાં સિલ્વર અને કાસ્ય પણ જીતી શકે છે. આશા છે કે ત્રણ કે ચાર મેડલ જીતશે. મેડલનો રંગ પણ બદલાશે.

બોક્સર ઓલિમ્પિકથી 5-6 દિવસ પહેલા જશે
બોક્સિંગ ટીમના હાઇ પરફોર્મન્સ ડાયરેક્ટર સેન્ટિયાગો નીવાએ જણાવ્યું કે, ખેલાડીઓની ગેમમાં સુધાર થયો છે. પુરૂષ ટીમ પટિયાલા, મહિલા ટીમ પુણેમાં પ્રેક્યિસ કરી રહી છે. ઓલિમ્પિક શરૂ થવાથી પહેલા 5-6 દિવસ પહેલા ટોક્યો રવાના થશે. હજુ ત્રણ અઠવાડિયાના કેમ્પ માટે ઇટાલીમાં છે. ખેલાડીઓ વિદેશમાં હાઈ ક્વોલિટી અને સારા ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે. તેણે કહ્યું કે, હું મેડલ માટે વાત કરવા માટે ઇચ્છતો નથી. જીતીશું તો સમજીશું કે અમે અમારૂ કામ કરી દીધુ.

ક્રોએશિયા અને ઇટાલીથી સીધા ટોક્યો પહોંચશે શૂટરો
​​​​​​​નેશનલ રાઇફલ એસોશિએશન ઓફ ઇન્ડિયાના સચિવ રાજીવ ભાટીયાએ જણાવ્યું કે, ‘અમે એ ટીમના રૂપમાં જઇ રહ્યા છીએ જે છેલ્લા 2-3 વર્ષથી વર્લ્ડ ઇવેન્ટમાં ટોપ કરી રહી છે. અમારા ઘણી ખેલાડી રેન્કિંગમાં ટોપ-3માં છે. પિસ્ટલ અને રાઇફલ શૂટર ગત મહિનાથી ક્રોએશિયામાં છે. બે સ્કીટ શૂટર્સ ઇટાલીમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. બધા જ ખેલાડીઓ ત્યાથી સીધા ટોક્યો રવાના થશે. ‘ઓલિમ્પિકમાં સખત કોમ્પિટીશન મળશે. કોઇ પણ મેડલ જીતી શકે છે. અમે એકથી વધુ ગોલ્ડની આશા રાખીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...