તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • World No. 7 Zverev Of Germany Reached The Grand Slam Final For The First Time; The First Austrian Player To Play In The Thiam Final

US ઓપન 2020:વર્લ્ડ નંબર-7 જર્મનીનો ઝ્વેરેવ પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો; થિએમ ફાઇનલ રમનાર ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી

ન્યૂયોર્ક11 દિવસ પહેલા
જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો બુસ્ટા સામે બે સેટ હાર્યા પછી સતત ત્રણ સેટ જીતીને મેચ પોતાના નામે કરી.
 • જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો કેરેનિયો બુસ્ટાને 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી હરાવ્યો
 • ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમે બીજી સેમિફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદવને 6-2, 7-6, 7-6થી હરાવ્યો
 • રોજર ફેડરર ઇજા અને રાફેલ નડાલ કોરોનાને કારણે US ઓપનમાં ન રમ્યા, જ્યારે નોવાક જોકોવિચ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ડિસક્વોલિફાય થયો હતો

વર્લ્ડ નંબર-7 જર્મનીનો એલેક્ઝેન્ડર ઝ્વેરેવ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હશે. તેણે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો કેરેનિયો બુસ્ટાને 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી હરાવ્યો. 2017માં તેણે પોતાના કરિયરનો શ્રેષ્ઠ ત્રીજો રેન્ક મેળવ્યો હતો. ટાઇટલ મેચમાં ઝ્વેરેવનો સામનો ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ સામે થશે.

થિએમે સેમિફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદવને 6-2, 7-6,7-6થી હરાવ્યો હતો. થિએમ US ઓપનની ફાઇનલમાં પહોંચનાર ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે. થિએમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને 6-1, 6-2, 6-4થી માત આપી હતી.

પહેલી સેમિફાઇનલમાં ઝ્વેરેવની શરૂઆત સારી નહોતી. તે બુસ્ટા સામેના પહેલા 2 સેટ હારી ગયો હતો. જોકે, તેણે ત્રીજો સેટ 6-3થી જીતીને મેચ જીવંત રાખી હતી. તે પછી તેણે સ્પેનિશ ખેલાડી પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું અને અંતિમ બંને સેટ પણ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ઝ્વેરેવના કરિયરમાં પહેલીવાર એવું થયું કે તેણે પ્રથમ બે સેટ ગુમાવ્યા પછી મેચ જીતી.

પ્રથમ બે સેટમાં બહુ ખરાબ રમ્યો હતો

 • મેચ જીત્યા પછી ઝ્વેરેવે કહ્યું કે, બે સેટ હાર્યા પછી મેં સ્કોરબોર્ડ સામે જોયું. મને વિશ્વાસ નહોતો થતો કે હું સેમિફાઇનલમાં રમી રહ્યો છું. મને પણ ચેમ્પિયન બનવા માટે દાવેદાર માનવામાં આવતો હતો અને હું આટલું નબળું પ્રદર્શન કરી રહ્યો છું. મને ખબર હતી કે કમબેક કરવા માટે સ્થિર રહીને સારી રમત રમવી પડશે.

17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળશે

 • આ વખતે US ઓપનને 17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળશે 2004 અને 2019ની વચ્ચેના 16 વર્ષોમાં, બિગ થ્રી જોકોવિચ, ફેડરર અને નડાલે 12 ખિતાબ જીત્યા.
 • જુઆન માર્ટિન ડેલ પોટ્રો (2009), એન્ડી મરે (2012), મારિન સિલિચ (2014) અને સ્ટેન વાવરિન્કા (2016)માં ચેમ્પિયન બન્યા હતા.
 • 2004થી 2008 સુધી, ફેડરરે સતત પાંચ વર્ષ સુધી આ ટાઇટલ પોતાના નામે કર્યું.
 • તે જ સમયે, નડાલે 2010, 2013, 2017, 2019માં 4 વખત ટૂર્નામેન્ટ જીતી હતી.
 • જોકોવિચે 2011, 2015 અને 2018માં ચેમ્પિયન બન્યો હતો.

બિગ થ્રી ક્વાર્ટર ફાઇનલમાં પણ ન પહોંચ્યા

 • તે 16 વર્ષમાં પહેલીવાર બન્યું હતું જ્યારે ટેનિસના બિગ થ્રી નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ કોઈ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં નથી.
 • અગાઉ, ત્રણેય 2004 ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં નહોતા. ત્યારે ફેડરરને ત્રીજા રાઉન્ડમાં ગુસ્તાવો ક્યુર્ટને હરાવ્યો હતો.

બિગ થ્રીએ કુલ 56 ગ્રાન્ડ સ્લેમ જીતી છે

 • બિગ થ્રી છેલ્લા 17 વર્ષમાં કુલ 56 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.
 • આ છેલ્લી વખત 2016માં થયું હતું, જ્યારે આ ત્રણ મોટા ખેલાડીઓ સિવાય બીજા કોઈ ખેલાડીએ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.
 • ત્યારે સ્ટેન વાવરિન્કા US ઓપન ચેમ્પિયન બન્યો. છેલ્લા 13 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ આ ત્રણ ખેલાડીઓના નામે રહ્યા છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો