• Gujarati News
  • Sports
  • World No. 1 Iga Swatek And No. 5 Ons Jebur Made It To The Finals For The First Time

US ઓપનમાં વિમેન્સને મળશે નવી ચેમ્પિયન:વર્લ્ડ નંબર-1 ઈગા સ્વાતેકે અને નંબર-5 ઓંસ જેબુરે પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વખતે US ઓપન ટેનિસ ગ્રાંડ સ્લૈમના મહિલા સિંગલ્સમાં નવી ચેમ્પિયન બનશે. શનિવાર રાત્રે આર્થર એશ સ્ટેડિયમમાં પોલેન્ડની ઈગા સ્વાતેક અને ટ્યૂનીશિયાની ઓંસ જેબુર આમને-સામને ટકરાશે. બન્ને ખેલાડીઓ પહેલીવાર આ ગ્રાંડ સ્લૈમના ફાઈનલમાં પહોંચી ચૂકી છે. આ સતત બીજુ વર્ષ છે, જે વર્ષના છેલ્લા મેજર ટાઈટલને નવું ચેમ્પિયન મળશે.

સ્વાતેકે સેમિફાઈનલામાં આર્યનાને હરાવી હતી
ગત વર્ષે બ્રિટનની એમા રાડુકાનૂએ ટાઈટલ જીત્યુ હતુ. પાંચમી સીડ ધરાવતી જેબુરે સેમિફાઈનલમાં ફ્રાંસની કૈરોલિન ગર્સિયાને માત્ર 66 મિનિટમાં જ હાર આપી હતી. તો બીજી તરફથી વર્લ્ડ નંબર-1 સ્વાતેકે બેલારુસની આર્યના સબાલંકાને હરાવવા માટે 2 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

સ્વાતેકે બેલારુસની આર્યના સબાલંકાને હરાવીને પહેલીવાર US ઓપનનાં ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
સ્વાતેકે બેલારુસની આર્યના સબાલંકાને હરાવીને પહેલીવાર US ઓપનનાં ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

જેબુરે ગાર્સિયાને હરાવીને ફાઈનલમાં પહોંચી
જેબુરે 17મો સીડ ધરાવતી ગાર્સિયાને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. તે ફાઈનલમાં જગ્યા બનાવનારી નોર્થ અફ્રીકન, અરબ અને ટ્યૂનીશિયાની પહેલી ખેલાડી બની ગઈ છે. આ તેનો સતત બીજી વાર ગ્રાંડ સ્લૈમ ફાઈનલ છે. તેને વિમ્બલડનમાં કઝાકિસ્તાનની એલિના રાયબકિનાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

જેબુરે 17મો સીડ ધરાવતી ગાર્સિયાને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો.
જેબુરે 17મો સીડ ધરાવતી ગાર્સિયાને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો.

સ્વાતેક ત્રીજા ગ્રાંડ સ્લૈમ ટાઈટલ જીતવા ઉતરશે
તો પોલેન્ડની સ્વાતેક પોતાની ત્રીજી ગ્રાંડ સ્લૈમ ટાઈટલ જીતવા ઉતરશે. તેણે બેરારુસની આર્યના સબાલંકાને પહેલા જ સેટમાં 3-6થી હાર આપી હતી. આ પછી તેણે સતત બે સેટમાં 6-1,6-4થી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. તે ત્રીજા સેટમાં પણ 4-2થી પાછળ હતી, પરંતુ સતત ગેમમાં આગળ આવીને તેણે ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ હતુ. તે પહેલીવાર તે US ઓપનના ફાઈનલમાં પહોંચી છે. સ્વાતેક બે વાર ફ્રેંચ ઓપનમાં જીતી ચૂકી છે. તે હાલ ખૂબ જ ફોર્મમાં છે.

ઓંસ અને ઈગામાં જોવા મળી શકે છે બરાબરની ટક્કર
ઓંસ જેબુર અને ઈગા સ્વાતેક વચ્ચે 4 વખત ટક્કર થઈ ચૂકી છે. જેમનાં બન્ને ખેલાડીઓ એકબીજાને બે-બે વાર હાર આપી છે. ઈગાએ 2019માં વોશિંગ્ટન ડીસીમાં જેબુરને હાર આપી હતી. તો જેબુરે ઈગાને 2021માં વિમ્બલડનના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં અને સિનસિનાટી ઓપનમાં હરાવી હતી. આ પછી સ્વાતેકે વર્ષે જ રોમમાં ઓંસને પરાજય આપ્યો હતો. સર્વિસ, રિટર્ન, ડિફેન્સના મામલે આ બન્ને ખેલાડીઓમાં બરાબરની ટક્કર જોવા મળી શકે છે.