• Gujarati News
  • Sports
  • World No. 1 Djokovic Will Not Share Corona's Vaccination Status, Could Be Out Of Australian Open Grand Slam

ટેનિસ:વર્લ્ડ નંબર-1 જોકોવિચ કોરોના વેક્સિનેશનનું સ્ટેટસ શૅર નહીં કરે, ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમથી બહાર થઈ શકે છે

મેલબર્નએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયન ઓપન 17 જાન્યુઆરીથી શરૂ થશે

ઓસ્ટ્રેલિયન ઓપનના ડિફેન્ડિંગ ચેમ્પિયન અને દુનિયાના નંબર 1 સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પોતાના વેક્સિનેશનની સ્થિતિ જણાવવાનો ફરી ઈનકાર કરી દીધો છે. 20 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘આ એક અંગત હુમલો છે. મારું માનવું છે કે, ગ્રાન્ડ સ્લેમમાં રમવા માટે હું મારી અંગત જાણકારી શૅર નહીં કરું. જે રીતે આ બધું ચાલી રહ્યું છે, મને નથી લાગતું કે, હું ઓસ્ટ્રેલિયન ઓપન રમીશ.’ આ વર્ષના પહેલા ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત આવતા વર્ષે 17 જાન્યુઆરીએ થશે. ઓસ્ટ્રેલિયામાં વેક્સિન નહીં લેનારા લોકોને પ્રવેશ નથી અપાતો.

વેક્સિનેશન નહીં તો ઓસ્ટ્રેલિયાના વિઝા પણ નહીં
વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રૂઝે કહ્યું છે કે, મને નથી લાગતું કે, વેક્સિનેશન વિના કોઈ ટેનિસ ખેલાડીને દેશમાં આવવાની મંજૂરી મળે. જો તેમને વિઝા મળી પણ જશે, તો થોડા સપ્તાહ માટે ક્વોરેન્ટાઈ થવું પડશે. વાઈરસ એ વાતની પરવા નથી કરતો કે, તમારું ટેનિસ રેન્કિંગ શું છે કે પછી તમે કેટલા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. તમારે પોતાએ સુરક્ષિત રહેવા અને બીજાને પણ સુરક્ષિત રાખવા વેક્સિન લેવી જરૂરી છે.

9 વખતનો વિજેતા જોકોવિચ બે સપ્તાહમાં નિર્ણય લેશે
નવ વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બનેલા જોકોવિચે કહ્યું છે કે, હું ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છું છું, પરંતુ હાલ આ મુદ્દે મેં આખરી નિર્ણય નથી લીધો. મેં મારી કારકિર્દીમાં સૌથી વધુ સફળતા ત્યાં જ હાંસલ કરી છે. હું ઓસ્ટ્રેલિયન ઓપનની સ્થિતિ વિશે બધું જાણવા પ્રયત્નશીલ છું. આગામી બે સપ્તાહમાં હું આ મુદ્દે નિર્ણય લઈને જાહેરાત કરીશ.

અન્ય સમાચારો પણ છે...