તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમ્બલડન:વર્લ્ડ નંબર-1 બાર્ટી પહેલીવાર વિમ્બલડનની ફાઇનલમાં પહોંચી

લંડન23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 41 વર્ષ બાદ ઓસ્ટ્રલિયાની ખેલાડી ફાઇનલમાં

ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી પહેલીવાર વિમ્બલડન ઓપનની ફાઇનલમાં પહોંચી છે. નંબર 1 બાર્ટીએ પૂર્વ નંબર 1 એજલિક કર્બરને 6-3, 7-6 થી હરાવી હતી. તે બીજા સેટમાં 2-5 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી હતી અને મેચ પોતાના નામે કરી હતી.

25 વર્ષની એશ્લે બાર્ટીએ સેમિ ફાઇનલ મેચમાં 2018ની ચેમ્પિયન જર્મનીની કર્બરને એક કલાક 26 મિનિટમાં હરાવી હતી. બાર્ટી 2019 ફ્રેન્ચ ઓપન બાદ પહેલીવાર કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી છે. તે વિમ્બલડનની ફાઇનલમાં પહોંચનાર 1980 પછીની પહેલી ઓસ્ટ્રેલિયાન મહિલા ખેલાડી બની ગઇ છે. ત્યારે એવોન ગુલાગોંગ કોલે ફાઇનલમાં પહોંચી હતી.

શનિવારે ફાઇનલ મેચમાં તેનો સામનો કેરોલિના પ્લિસકોવા અને આર્યના સબાલેન્કા વચ્ચે સેમી ફાઇનલના વિજેતા સામે થશે.

આ મારા માટે સંઘર્ષનો સમયઃ રોજર ફેડરર
8 વારના વિમ્બલડન ચેમ્પિયન રોજર ફેડરરને પોલેન્ડના હ્યુબર્ટ હુરકાઝને ક્વાર્ટર ફાઇનલમાં 6-3, 7-6, 6-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો. રોજર ફેડરરે કારકિર્દીમાં પહેલીવાર વિમ્બલડન ઓપનમાં કોઇ સેટ 6-0થી હાર્યો છે. તેની આ હારની સાથે નિવૃત્તિને લઇને ચર્ચાએ વેગ પકડ્યો છે. આ મુદ્દે 39 વર્ષના ફેડરરે કહ્યું કે, ‘આ મારા મારા માટે સંઘર્ષનો સમય છે. મને ખ્યાલ છે કે આ ઘણું અઘરું છે. આશા છે કે હાલ નિવૃતી નહીં લવ. હજુ મારે રમવાનું લક્ષ્યાંક છે.’

અન્ય સમાચારો પણ છે...