• Home
  • Sports
  • World Athletics Championship postponed for one year to avoid collision with the Olympics; Belgium hosts the Hockey Indoor World Cup

કોરોનાની રમત પર અસર / ઓલિમ્પિક સાથે ટકરાવથી બચવા માટે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ એક વર્ષ માટે સ્થગિત; બેલ્જીયમને હોકી ઇન્ડોર વર્લ્ડ કપની યજમાની મળી

World Athletics Championship postponed for one year to avoid collision with the Olympics; Belgium hosts the Hockey Indoor World Cup
X
World Athletics Championship postponed for one year to avoid collision with the Olympics; Belgium hosts the Hockey Indoor World Cup

  • કોરોના વાઇરસના લીધે આ વર્ષે થનાર ટોક્યો ઓલિમ્પિક હવે આવતા વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે
  • તેના કારણે આવતા વર્ષે થનાર વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ હવે 15થી 24 જુલાઈ 2022માં થશે

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 11:34 AM IST

કોરોના વાઈરસના કારણે બધી સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. તેમાં ટોક્યો ઓલિમ્પિક અને ઇન્ડિયન પ્રીમિયર લીગનો પણ સમાવેશ થાય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે તો 15 એપ્રિલ સુધી જ સ્થગિત છે, પણ ટૂર્નામેન્ટ ન રમાઈ તેવી પ્રબળ સંભાવના છે. ટોક્યો ઓલિમ્પિક હવે આવતા વર્ષ 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે. આવતા વર્ષે જ જુલાઈમાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ થવાની હતી. જોકે ઓલિમ્પિક સાથે ટકરાઈ નહિ તે માટે તેને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી છે. હવે તે 15થી 24 જુલાઈ 2022માં રમાશે.

બીજીતરફ, ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને હોકી ઇન્ડોર વર્લ્ડ કપની યજમાની બેલ્જીયમને સોંપી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 3થી 7 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. રોયલ બેલ્જીયમ હોકી સંઘ આ ટૂર્નામેન્ટની યજમાની લેજ પ્રાંતના કાઉન્ટી હોલમાં કરશે. ટૂર્નામેન્ટમાં પુરુષ અને મહિલા વર્ગમાં 12-12 ટીમો ભાગ લેશે. 2018માં જર્મનીના બર્લિનમાં થયેલા ઇન્ડોર વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલા ટીમે ટાઇટલ જીત્યું હતું.

ઇન્ડોર વર્લ્ડ કપની ટીમો:
પુરુષ ટીમ- બેલ્જીયમ, જર્મની, ઓસ્ટ્રિયા, હોલેન્ડ, રુસ, ચેક રિપબ્લિક, ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ઈરાન, કજાખસ્તાન, આફ્રિકી ચેમ્પિયન (પછી જાહેર કરાશે) અને ચેમ્પિયન ઓફ પેન અમેરિકા (પછી જાહેર કરાશે) સામેલ છે.

મહિલા ટીમ- બેલ્જીયમ, બેલારુસ, હોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, યુક્રેન, ઓસ્ટ્રિયા, ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, કજાખસ્તાન, આફ્રિકી ચેમ્પિયન (પછી જાહેર કરાશે) અને ચેમ્પિયન ઓફ પેન અમેરિકા (પછી જાહેર કરાશે) સામેલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી