94 વર્ષની ભગવાની દેવીની સિદ્ધિ:વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સહિત 2 મેડલ જીત્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત યુવાનોનો દેશ છે. ભારતીય યુવા અત્યારે ગેમ્સમાં વિશ્વમાં પોતાની અલગ છાપ છોડી રહ્યા છે. પરંતુ ઈન્ડિયન સીનિયર સિટીઝન્સ પણ યુવાનોથી પાછળ નથી. તાજેતરમાં હરિયાણાની રહેવાસી ભગવાની દેવીએ 94 વર્ષની ઉંમરમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીતી દુનિયા માટે એક અનોખું પ્રેરણાનું ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે.

ભગવાનીએ ફિનલેન્ડના ટામ્પરેમાં 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં માત્ર 24.74 સેકેન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં તે શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. ભગવાનીની આ ઉપલબ્ધિ પર સ્પોર્ટ્સ મિનિસ્ટરીએ તેમની તસવીર સાથે શુભેચ્છા પાઠવતો સંદેશ પણ લખ્યો છે. મંત્રાલયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી લખ્યું છે કે 94 વર્ષની ભગવાની દેવીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર કોઈ પડકાર હોતી જ નથી. તેણે વર્લ્ડ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરમાં 24.74 સેકન્ડ સાથે ગોલ્ડ અને શોટપુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...