તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Women's Hockey Team To Play In Second Consecutive Olympics, Says Midfielder Sushila Will Make History By Winning Medals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક્યો ઓલિમ્પિક:સતત બીજા ઓલિમ્પિકમાં રમશે વુમન્સ હોકી ટીમ, મિડફિલ્ડર સુશીલાએ કહ્યું- મેડલ જીતીને ઇતિહાસ બનાવીશું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુશીલા દેશ માટે 180 મેચ રમી છે. તે રિયો ઓલિમ્પિકમાં પણ ટીમનો ભાગ હતી.

વુમન્સ હોકી ટીમની મિડફિલ્ડર સુશીલા ચાનૂ પુખરંબમનું માનવું છે કે, ભારતીય મહિલા ટીમ આવતા વર્ષે ઓલિમ્પિકમાં મેડલ ચોક્કસ જીતશે. ચાનૂ 2016 ઓલિમ્પિક ગેમ્સમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તેણે કહ્યું કે, ટીમ પાસે આવતા વર્ષે મેડલ જીતવાની સારી તક છે.

"આવતું વર્ષ મહત્ત્વપૂર્ણ અને પડકારજનક રહેશે. કારણકે ટીમે એક પછી એક સતત મેચો રમવાની છે. અમને આરામ માટે ઓછો સમય મળશે. જોકે, હવે અમને આની આદત થઇ ગઈ છે. અમારી પાસે ઇતિહાસ બનાવવાની તક છે. આ પહેલી વાર થયું છે કે, જ્યારે ટીમ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહી છે અને અમે પોડિયમ સુધી પહોંચીશું."

મહિલા ટીમ ત્રીજીવાર ઓલિમ્પિકમાં રમશે
મહિલા ટીમ ત્રીજીવાર ઓલિમ્પિકમાં રમશે. સૌથી પહેલા 1980 ઓલિમ્પિકમાં રમી હતી. તે વર્ષે જ મહિલા હોકીને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે પછી ટીમને ક્વોલિફાય થતા 36 વર્ષ લાગ્યા. ટીમે 2016માં રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હતું. રિયોમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટૂર્નામેન્ટમાં અંતિમ સ્થાને રહી હતી. પહેલીવાર ભારતીય મહિલા ટીમ સતત બીજા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે.

સુશીલા 180 મેચોમાં કરી ચુકી છે દેશનું પ્રતિનિધિત્ત્વ
સુશીલા અત્યાર સુધીમાં 180 દેશ રમી ચુકી છે. તે વર્તમાન ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેણે કહ્યું કે, તેને યુવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવો ગમે છે.

ઓલિમ્પિક ગેમ્સ પર છે ફોકસ
સુશીલાએ કહ્યું કે, અમારો ફોકસ ટોક્યો ઓલિમ્પિકમાં પર છે. અન્ય ખેલાડીઓની જેમ અમને પણ આશા છે કે આવતા વર્ષે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે. અમે આ માટે છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો