તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Wimbledon Update| 2 Suspicious Match Under Investigations, Speculation Has Been Rife That Players Have Lost And Won.

વિમ્બલ્ડન 2021માં મેચ ફિક્સિંગના આક્ષેપો:2 શંકાસ્પદ મેચ તપાસ હેઠળ, ખેલાડીઓની હાર-જીત પર સટ્ટો લાગ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જર્મન ન્યૂઝ પેપરના એક અહેવાલ પ્રમાણે બંને મેચ પર પોસિબલ ફિક્સિંગ અંગે શંકા હોવાની વાત બહાર આવી

વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2021 પૂરો થઈ ગયો છે. મહિલા સિંગલ્સમાં એશ્લે બાર્ટી ચેમ્પિયન બની, ત્યારે પુરુષ સિંગલ્સમાં ફરી એકવાર નૉવાક જોકોવિચ ચેમ્પિયન બન્યો છે. બે સપ્તાહ સુધી રમાયેલી આ ચેમ્પિયનશિપમાં કેટલીક રસપ્રદ મેચ જોવા મળી હતી પરંતુ ટૂર્નામેન્ટ પૂરી થયા પછી ચોંકાવનારા ઘટસ્ફોટો થવા લાગ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2 મેચમાં ફિક્સ કરાઈ હોય તેવી વાતો સામે આવી રહી છે. આ બંને મેચમાં જે પ્રમાણે ફિક્સિંગ કરાયું છે એની પેટર્ને આયોજકો અને તપાસકર્મીઓને સભાન કરી દીધા છે, ત્યારપછી આ બંને મેચની તપાસ ચાલી રહી છે.

જર્મન ખેલાડીની સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું
જર્મનીના સમાચારપત્ર 'ડાઇ વેલ્ટ'ના એક રિપોર્ટના આધારે દાવો કરાઈ રહ્યો છે કે આ વર્ષે વિમ્બલ્ડનની બે મેચમાં જેવી રીતે ફિક્સિંગ કરાઈ છે, તેનાથી આ ટૂર્નામેન્ટ અંગે મેચ ફિક્સિંગના ષડયંત્ર અંગે શંકા ઉપજી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે બંને મેચ, ટૂર્નામેન્ટના પહેલા ફેઝના હતા. જેમાં એક મેન જબલ્સની મેચ હતી, જ્યારે બીજી સિંગલ્સની પહેલી મેચ હતી. આ પહેલી મેચમાં જર્મન ખેલાડી સંડોવાયો હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

આ બે મેચ પર ફિક્સિંગ પર શંકા
યૂરોપમાં ગેમ પ્લાનિંગ પર સટ્ટો રમવો ગેરકાયદેસર છે. પરંતુ આ મેચમાં જેવી રીતે ફિક્સિંગ કરાઈ છે, તેની શંકા અંગે તપાલ થવા લાગી હતી. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ડબલ્સ મેચમાં જે દાવેદાર જોડી હતી, તેની હાર અંગે પણ ફિક્સિંગ કરાયું અને આ અંગે બેટિંગ પ્લેટફોર્મ (ફિક્સિંગ કરતા) દ્વારા સતર્ક પણ કરાયા હતા. આ જોડીએ પોતાનો પહેલો સેટ જીત્યો, ત્યારપછી એમના હારવાની સંભાવના નહિવત્ રહી જવા પામી હતી, પરંતુ ત્યારપછીના બંને સેટ તે હારી ગયા હતા. ફિક્સિંગ કરાયેલી ટાઇમિંગ અને એના પર જે રકમ લાગી હતી તે શંકાના સવાલોમાં ઘેરાઈ ગઈ છે.

આવી જ રીતે એક સિંગલ્સ મેચ પર પણ ફિક્સિંગ અંગે શંકા વધી રહી છે. જર્મન ખેલાડીના રાઇવલ સામે ફિક્સિંગ અંગે શંકા વધી રહી છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે બીજા સેટના અંતસુધીમાં તદ્દન એજ સ્કોર પર 5 અંકવાળી રકમનો સટ્ટો રમાયો, જેના અંતે એજ નિર્ણય સામે આવ્યો હતો.

કોણે તપાસ શરૂ કરી?
ટેનિસમાં ભ્રષ્ટાચાર અને ફિક્સિંગ જેવા કેસો પર નજર રાખતી એજન્સી, ઇન્ટરનેશનલ ટેનિસ ઇંટીગ્રિટી એજન્સી (ITIA)એ આ અંગે હજુ સુધી કોઇપણ જાણકારી આપી નથી. જર્મન સામાચારપત્રે એજન્સીને આ અંગે સવાલો કર્યા, તો એજન્સીએ કોઇપણ પ્રકારની જાણકારી આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. પરંતુ તેમને એ વાતની ખાતરી પણ આપી છે કે આ મેચને લઈને તેમની પાસે ઘણી સૂચનાઓ આવી છે.

અન્ય સમાચારો પણ છે...