તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Wimbledon, Now Threatened After The Olympics, French Open And IPL, Will Decide On Postponement Or Cancellation At Next Week's Meeting

કોરોનાની રમત પર અસર:ઓલિમ્પિક, ફ્રેન્ચ ઓપન અને આઇપીએલ પછી હવે વિમ્બલ્ડન પર પણ ખતરો, આવતા અઠવાડિયે બેઠકમાં તેને સ્થગિત અથવા રદ્દ કરવા પર નિર્ણય લેવાશે

Ahmedabad6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઈ વખતે નોવાક જોકોવિચે રોજર ફેડરર (જમણે)ને હરાવીને વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું.
  • કોરોનાવાઇરસના કારણે ઓલિમ્પિક, ફ્રેંચ ઓપન, આઈપીએલ અને ફૂટબોલની સંખ્યાબંધ મેચો સ્થગિત કરવામાં આવી
  • વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન પણ પોસ્ટપોન થઈ છે, હવે 24 મેની જગ્યાએ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વભરમાં કોરોનાવાઈરસના સતત વધતા પ્રકોપના કારણે ઓલિમ્પિક, ફ્રેંચ ઓપન, આઈપીએલ અને ફૂટબોલની સંખ્યાબંધ ઇન્ટરનેશનલ મેચ સ્થગિત અથવા રદ્દ કરવામાં આવી છે. હવે વર્ષની ત્રીજી અને સૌથી જૂની ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન પર પણ ખતરો મંડાય રહ્યો છે. ઇંગ્લેન્ડ કલબે આ ટેનિસ ટૂર્મેન્ટમેન્ટના આયોજન અથવા રદ્દ કરવાની પ્રક્રિયા નક્કી કરવા આગામી અઠવાડિયામાં બેઠક રાખી છે. શેડ્યુલ પ્રમાણે ટૂર્નામેન્ટ 29 જૂનથી શરૂ થવાની છે. કોરોનાના કારણે વિશ્વના 195 દેશમાં 21,200 લોકોના મોત થયા છે. 4,68,905 સંક્રમિત છે. પહેલા કોરોનાના કારણો વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન પણ સ્થગિત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ હવે 24 મેની જગ્યા 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરની વચ્ચે રમાશે. વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન જાન્યુઆરી-ફેબ્રુઆરી રમાઈ ગઈ છે. આ વખતે સર્બિયાનો નોવાક જોકોવિચ ખિતાબ જીત્યો. ખાલી સ્ટેડિયમ નહીં ઇંગ્લેન્ડ ક્લબે બુધવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘‘ આ વર્ષ  ટૂર્નામેન્ટના આયોજન અંગે તમામ સીનિયર અધિકારી સાથે વાત થઈ રહી છે. આગામી અઠવાડિયે થનારી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમે કોઈ ખતરો લેવા માંગતા નથી. ખાલી સ્ટેડિયમમાં મેચ રમાવવાના પ્રસ્તાવને નકારવામાં આવ્યો છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો