ફ્રેન્ચ ઓપન / વિમ્બલડન ચેમ્પિયન કર્બર 18 વર્ષીય અનાસ્તાસિયા સામે હારી

Wimbledon champion Kerber lost to 18-year-old Anastasia in french open

  • કર્બર 13મી વાર ફ્રેન્ચ ઓપનમાં ઉતરી હતી, જયારે પોતાપોવાએ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યું 
  • રોજર ફેડરરનો બીજા રાઉન્ડમાં પ્રવેશ, તે ચાર વર્ષ પછી ટુર્નામેન્ટ રમી રહ્યો છે

divyabhaskar.com

May 27, 2019, 01:35 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વિમ્બલડન ચેમ્પિયન એન્જેલિક કર્બર ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ અપસેટનો શિકાર બની હતી. પાંચમી સીડ જર્મનીની ટેનિસ ખેલાડી કર્બરને રશિયાની 18 વર્ષીય અનાસ્તાસિયા પોતાપોવાએ 6-4, 6-2થી હરાવી. કર્બર 13મી વખત ફ્રેન્ચ ઓપનમાં ઉતરી હતી જ્યારે અનાસ્તાસિયાએ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું છે. પૂર્વ વર્લ્ડ નંબર-1 કર્બર કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવાના ઈરાદા સાથે ફ્રેન્ચ ઓપનમાં ભાગ લઈ રહી હતી. તે ફ્રેન્ચ ઓપન સિવાયના ત્રણેય ગ્રાન્ડ સ્લેમ (ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન, યુએસ ઓપન) જીતી ચૂકી છે.

કર્બર છઠ્ઠીવાર ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ છે. મહિલા સિંગલ્સના અન્ય મુકાબલામાં 19મી સીડ સ્પેનની ગરબાઈન મુગુરજાએ અમેરિકાની ટેલર ટાઉન્સેંડને 5-7, 6-2, 6-2થી હરાવી હતી. તેનો સામનો હવે લારસનથી થશે. લારસને મેગદેલના રાઈબરીકોવાને 6-3, 6-4થી હરાવી હતી. સ્લોવાકિયાની ક્રિસ્ટિના કુચોવાએ સ્વેતલાના કુજ્નેત્સોવાએ 6-4, 6-2થી હરાવી હતી. 4 વર્ષ પછી ટુર્નામેન્ટ રમતાં ફેડરરે ઇટાલીના લોરેંજો સોનેગોને 6-2, 6-4, 6-4થી હરાવ્યો હતો.

X
Wimbledon champion Kerber lost to 18-year-old Anastasia in french open
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી