• Gujarati News
  • Sports
  • Will Remain As Captain In T20; The Last ODI Will Be Played Against New Zealand On Sunday

ઓસ્ટ્રેલિયાના સુકાની એરોન ફિંચ વન-ડેમાંથી રિટાયર્ડ:T20માં કેપ્ટન તરીકે રહેશે; ન્યૂઝીલેન્ડની સામે રવિવારે રમશે છેલ્લી વન-ડે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના વન-ડે અને T20ના કેપ્ટન એરોન ફિંચે વન-ડે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધુ હતુ. તે રવિવારે ન્યૂઝીલેન્ડની સામે રમાનારી ત્રીજી વન-ડે રમીને આ ફોર્મેટને અલવિદા કહેશે. ફિંચના વન-ડેમાંથી રિટાયરમેન્ટનું કારણ તેનું આ ફોર્મેટમાં ખરાબ પ્રદર્શનને માનવામાં આવી રહ્યુ છે. તે T20માં કેપ્ટનશિપ કરતો નજરે જોવા મળશે. ફિંચ આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં પણ કેપ્ટનશિપ કરશે. ફિંચની કેપ્ટનશિપમાં ગત વર્ષે ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

ન્યૂઝીલેન્ડની સામે રવિવારે રમાનારી ત્રીજી વન-ડે છેલ્લી હશે
રવિવારે ન્યૂઝીલેન્ડની સામે રમાનારી ત્રીજી વન-ડે એરોન ફિંચની છેલ્લી વન-ડે મેચ હશે. તેની તે મેચ કરિયરની 146મી મેચ હશે. તેણે 54 વન-ડે મેચમાં કેપ્ટનશિપ કરી છે. તો તેના નામે વન-ડેમાં 17 સેન્ચુરી પણ બોલે છે. સૌથી વધુ રિકી પોન્ટિંગે 29 સદી મારી છે. આ પછી ડેવિડ વોર્નર અને માર્ક-વોએ 18 સદી ફટકારી છે.

વન-ડેમાં છેલ્લી 7 ઇનિંગમાં બનાવ્યા માત્ર 26 રન
ફિંચનું વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું કારણ તેનું આ ફોર્મેટમાં ખરાબ પ્રદર્શનને માનવામાં આવી રહ્યુ છે. ફિંચે વન-ડેની 7 ઇનિંગમાં માત્ર 26 રન જ બનાવ્યા છે. તેણે આ વર્ષે રમાયેલી 13 મેચમા 269 રન જ બનાવ્યા છે. તો છેલ્લી 12 ઇનિંગમાં 5 ઇનિંગમાં તો તે ઝીરોમાં આઉટ થયો છે. ફિંચે અત્યારસુધી રમાયેલી 145 વન-ડે મેચમાં 39.14ની એવરેજથી 5401 રન બનાવ્યા છે.

મુશ્કેલ પરિસ્થિતિમાં સંભાળી હતી ટીમની કમાન
એરોન ફિંચે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમની કમાન સંભાળી હતી. તેને વર્ષ 2018માં તાત્કાલિન કેપ્ટન સ્ટિવ સ્મિથ અને્ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગના મામલે વન-ડે અને T20માંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી ફિંચને વન-ડે અને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફિંચે વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વન-ડે ટીમની કેપ્ટનશિપ કરી હતી. અને ટીમને સેમિફાઈનલ સુધી પહોંચાડી હતી. એરોન ફિંચે વન-ડેમાં ડેબ્યૂ 2013માં કર્યુ હતુ.