તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Who Will Be The Winner If The WTC Final Match Is Drawn, Rameez Raja Accused Of Playing Fixers In Pak Team; Learn About Today's Fascinating World Of Sports

સ્પોર્ટ્સ ટોનિક ઓફ ધ ડે:WTC ફાઇનલ મેચ ડ્રો થશે તો કોણ વિજેતા ગણાશે, PCBમાં ફિક્સર્સ હોવાનો રમીઝ રાજાનો આરોપ; જાણો રમત-જગતના આજના રસપ્રદ કિસ્સાઓને

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રમત જગતના મહત્ત્વપૂર્ણ સમાચારો અને કિસ્સાઓ અંગે માહિતી પ્રાપ્ત કરો. (ફાઇલ તસવીર) - Divya Bhaskar
રમત જગતના મહત્ત્વપૂર્ણ સમાચારો અને કિસ્સાઓ અંગે માહિતી પ્રાપ્ત કરો. (ફાઇલ તસવીર)

ભારતમાં ક્રિકેટ પ્રેમીના મતે આ ગેમ એક ધર્મ સમાન છે. તો આજે શુક્રવારના રોજ ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં ભારત-ન્યૂઝીલેન્ડની મેચ જો ડ્રો રહી તો શું કરવું જોઇએ, તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પણ IPLના મુદ્દાઓ સહિત અન્ય રમત-જગતના કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. તો ચલો નજર કરીએ આજના મુખ્ય રમત-જગતના કેટલાક રસપ્રદ કિસ્સાઓ પર.......

કેન વિલિયમ્સન અને વિરાટ કોહલીની ફાઇલ તસવીર
કેન વિલિયમ્સન અને વિરાટ કોહલીની ફાઇલ તસવીર

WTC ફાઇનલ અંગે ICCની મહત્ત્વપૂર્ણ જાહેરાત
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 18 જૂનથી શરૂ થતી WTC ફાઈનલ મેચ અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું હતું કે જો આ મેચ ડ્રો અથવા ટાઈ રહી તો આનો નિર્ણય બીજી મેચ દ્વારા કરાશે નહીં. આવી પરિસ્થિતિમાં બંને ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. ICCએ ફાઇનલની પહેલા એક રિઝર્વ ડેની પણ જાહેરાત કરી હતી. જે 23 જૂનને જાહેર કરાયો છે, આમાં જો મેચમાં વરસાદનું વિધ્ન આવ્યું કે અન્ય કારણ આવ્યા તો આ દિવસનો ઉપયોગ કરીને નિર્ણય સુધી પહોંચવાની કોશિશ કરી શકાશે.

રમીઝ રાજા PCB પર ભડક્યો
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ પોતાના દેશના ક્રિકેટર બોર્ડ પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ PCB પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે ટીમ પર દબાણ આવે છે ત્યારે ટીમમાં ફિક્સર્સની એન્ટ્રી થઇ જાય છે. આવા સમયમાં જૂના ખેલાડીઓ ટીમમા સામેલ થઇ જાય છે. વિકેટ કીપરને મધ્યક્રમનો બેટ્સમેન બનાવવામાં આવે છે, આનાથી કોઇ ટીમ T-20 વર્લ્ડ કપ નથી જીતી શકતી. તેઓએ જણાવ્યું કે આધેડ ઉંમરે ટીમમાં ડેબ્યુ કરાવાય છે. જો તેઓ સચિન અને ધોની જેવા હોય તો પણ 50 ટકા ઉપયોગી સાબિત થઇ શકે છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક સમય પહેલા 36 વર્ષીય તબિશ ખાનને ડેબ્યૂ કરાવ્યો હતો.

સેરેના વિલિયમ્સને બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સેરેના વિલિયમ્સને બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

1000માં ટૂરની મેચમાં સેરેનાનો પરાજય
ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે પોતાની કારકિર્દીના 1000માં ટૂરની મેચમાં હારનો સ્વાદ ચાખ્યો હતો. સેરેનાને ઇટાલિયન ઓપન ટેનિસના બીજા રાઉન્ડમાં નાદિયા પોડોરોસ્કાએ 7-6, 7-5થી હરાવી હતી.

પૂર્વ કેપ્ટન અરવિંદ ડિસિલ્વા શ્રીલંકાના ખેલાડીઓ પર ભડક્યો
શ્રીલંકાના ખેલાડીઓને નવા પગાર ધોરણો સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તમામ ખેલાડીઓએ આને નકારી કાઢ્યો હતો. ખેલાડીઓએ જણાવ્યું હતું કે નવા કોન્ટ્રાક્ટમાં તેમના વેતનમાં ધરખમ ઘટાડો કરાયો છે. જેના જવાબમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન અરવિંદ ડિસિલ્વાએ ખેલાડી પર નિશાન સાધ્યું હતું કે પહેલા તમે મેચમાં વિજય પ્રાપ્ત કરો, પછી પગાર વધારો અમારા પાસે માગજો. નવા વેતન પર વિરોધ કરવા કરતા અંગત પ્રદર્શન પર ધ્યાન આપવું જોઇએ.

નાઓમીની સફળતાને કારણે 24થી વધુ બ્રાન્ડ એની સાથે જોડાઇ છે
નાઓમીની સફળતાને કારણે 24થી વધુ બ્રાન્ડ એની સાથે જોડાઇ છે

જાપાનની મહિલા એથલિટે 12 મહિનામાં 4 અરબની કમાણી કરી
જાપાનની વિશ્વની બીજા નંબરની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકાએ કમાણી કરવાની બાબતે ઇતિહાસ રચ્યો છે. નાઓમીએ 12 મહિનામાં 50 મિલિયન ડૉલર (આશરે 4 અરબ રૂપિયા)ની કમાણી કરી છે. આ તમામ રકમ એને ટેનિસ કોર્ટ સિવાયના વ્યવસાયથી કરી છે. નાઓમીની સફળતાને કારણે 24થી વધુ બ્રાન્ડ એની સાથે જોડાઇ છે, જેમાંથી એણે 1 વર્ષમાં 402 કરોડ ભારતીય રૂપિયાની કમાણી કરી હતી. તો બીજી બાજુ નાઓમીએ 5.2 મિલિયન ડોલરની કમાણી ટૂર્નામેન્ટમાં વિજય પ્રાપ્ત કરીને કમાયા છે.

BCCIની ચિંતામાં વધારો
BCCIએ IPLનો પ્રથમ ફેઝ પૂર્ણ કર્યા પછી હવે સપ્ટેમ્બરમાં બીજા ફેઝની મેચ રમવાની તૈયારીઓ આરંભી દીધી છે. તેવામાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે IPLના બીજા તબક્કા માટે અમે અંગત પ્લાનમાં ફેરફાર કરીશું નહીં. ECBના એમડી એશ્લેએ કહ્યું હતું કે એક તો BCCIએ કોઇપણ પ્રકારના ઓફિશિયલ નિર્ણય અંગે અમારી સાથે ચર્ચા કરી નથી અને આની સાથે અમે ઈંગ્લેન્ડના પ્લાનમાં પણ બદલાવ કરવાના નથી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ECBએ તક ગુમાવી
પૂર્વ ક્રિકેટર માર્ક બાઉચરે કહ્યું હતું કે ECBએ BCCIની ટેસ્ટમેચ રિશેડ્યૂલ કરવાની વાત માની લેવી જોઇતી હતી. આના બદલામાં તેઓ 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ માટે ધોની અને કોહલી જેવા દિગ્ગજ ક્રિકેટરોની માગ કરી શક્યા હોત. 'ધ હન્ડ્રેડ' ઈંગ્લેન્ડ ટીમની હોમ ટૂર્નામેન્ટ છે, જેની શરૂઆત 21 જુલાઈથી થવાની છે.

શનિવારે IPL-14 અંગે BCCIની મહત્ત્વપૂર્ણ બેઠક
BCCI શનિવારના રોજ ઓનલાઇન બેઠકનું આયોજન કરવા જઇ રહ્યું છે. જેમાં 2021ની IPLની 14મી સીઝન અંગે ચર્ચાઓ હાથ ધરાશે. આ બેઠકમાં 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે સીઝનના બીજા ફેઝની મેચનું આયોજન કરવાનું પ્લાનિંગ થઇ શકે છે. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી વર્ષોમાં મહામારીને કારણે કેવી રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્લાન કરવું એના પર પણ વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરાશે. જેમાં ICC T-20 વર્લ્ડ કર અને રદ્દ કરવામાં આવેલી રણજી ટ્રોફી અંગે પણ ઘરેલુ ક્રિકેટરોને વિલંબિત વળતરનું પેકેજ આપવા માટે પણ ચર્ચા થઇ શકે છે. આ બેઠકમાં સૌરવ ગાંગુલી પણ સામેલ થઇ શકે છે.

અશ્વિનનો IPL પર ઘટસ્ફોટ
ઈન્ડિય ટીમ અને દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર અશ્વિને IPL 2021ની સીઝનને અધવચ્ચે કેમ છોડી હતી એ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. ભાવુક થઈને અશ્વિને જણાવ્યું હતું કે એના પરિવારમાં લગભગ તમામ લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા હતા. જેના કારણે એને સતત 8-9 દિવસ સુધી પૂરતી ઊંઘ લીધા વગર મેચ રમી હતી. પરિવારની ચિંતામાં ડુબેલા અશ્વિને અંતમાં આ સીઝનથી વિદાય લીધી હતી.

મિતાલી રાજ (ડાબે)ને ટેસ્ટ અને વનડે ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે હરમનપ્રીત કૌર ટી 20 ટીમની કેપ્ટન રહેશે.
મિતાલી રાજ (ડાબે)ને ટેસ્ટ અને વનડે ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે હરમનપ્રીત કૌર ટી 20 ટીમની કેપ્ટન રહેશે.

ભારતીય મહિલા ટીમની ખેલાડીઓએ વેક્સિન લીધી
ઈંગ્લેન્ડ ટૂર પર જઇ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. ગુરૂવારે ટેસ્ટ, વન-ડે અને T-20 મેચ માટે પસંદગી પામેલી 21 મહિલા ક્રિકેટરે વેક્સિનનો પ્રતમ ડોઝ લીધો છે. BCCI બીજા ડોઝની વ્યવસ્થા ઈંગ્લેન્ડમાં જ કરશે. અત્યારે મહિલા ટીમ મુંબઈમાં ક્વોરન્ટિન છે, જેઓ 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ જવા ઉડાન ભરશે.

98 વર્ષમાં પ્રથમ વખત કોઈ ટ્રોફી પર વિલારિયલનું નામ
સ્પેનની ફૂટબોલ ક્લબ વિલારિયલે યુરોપા લીગ જીતીને પ્રથમ મેજર ટાઈટલ જીત્યું છે. ક્લબના 98 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટ્રોફી પર તેનું નામ લખાશે. વિલારિયલે ફાઈનલમાં માન્ચેસ્ટર યુનાઈટેડને પેન્લ્ટી શૂટઆઉટમાં 11-10થી હરાવ્યું. જે કોઈ પણ યુરોપિયન કોમ્પિટીશનમાં ફાઈનલનો સૌથી લાંબો પેનલ્ટી શૂટઆઉટ હતો. નિર્ધારિત સમય સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...