• Gujarati News
  • Sports
  • When Is India's Match, How Many Players Have Participated; Where Can You Watch The Match?

કોમનવેલ્થ ગેમ્સ વિશે જાણો બધુ જ:ક્યારે છે ભારતના મેચ, કેટલા ખેલાડીઓએ લીધો છે ભાગ; ક્યાં જોઈ શક્શો મેચ

18 દિવસ પહેલા

ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જુલાઈથી 8 ઑગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ રમવા જઈ રહ્યો છે. ભારતના 215 ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લેવાના હતા, પરંતુ જેની પાસેથી મેડલની આશા હતી તેવા નીરજ ચોપડા ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. જ્યારે કર્ણાટકની ઐશ્વર્યા બાબૂ કોમનવેલ્થ ગેમ્સની ઠીક પહેલા ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. તે ટ્રિપલ જમ્પમાં નેશનલ રેકોર્ડ ધરાવે છે. એટલામાં હવે 213 ભારતીય ખેલાડીઓ ત્રીરંગાની શાન માટે રમશે.

આ વર્ષે ગેમ્સમાં 72 દેશના 4,500થી પણ વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને 119 ગેમ્સમાં 283 મેડલ ઇવેન્ટ્સ રમાશે. 24 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની એંટ્રી થઈ રહી છે. પહેલી વાર વિમેન્સ ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં રમતી નજર આવશે. કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે આયોજીત થાય છે. તે ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ પછી ત્રીજી સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. સૌપ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 1930માં કેનેડાના હૈમિલ્ટન શહેરમાં રમાયો હતો. તો ભારતે 1934માં પહેલી વખત આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તે વખતે બ્રિટિશ એંપાયર ગેમ્સના નામે જાણીતુ હતુ.

કોમનવેલ્થ ગેમ્સ 2022 કેવી રીતે જોઈ શક્શો?
કોમનવેલ્થ ગેમ્સ 2022 સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ બ્રોડકાસ્ટ કરશે. અને બધી જ મોટી ઇવેન્ટની લાઈવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર કરવામાં આવશે. સાથે જ ગેમ્સની દરેક ખબરની જાણકારી તમે દિવ્ય ભાસ્કર એપ પર વાંચી અને જોઈ શકો છો.

ઉદ્ઘાટન સમારોહ ક્યારે થશે?
કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારોહ 28 જુલાઈ રાત્રે 11:30 વાગ્યાથી શરૂ થશે. હવે તમને નીચે આપેલા ગ્રાફિક્સના માધ્યમથી ભારતના બધા જ મેચ ક્યારે અને ક્યા ખેલાડીઓ રમશે તે ખ્યાલ આવશે.