તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Wanted To Make The Best Team So The Fan Started Scouting Himself, Created A Website Tracked The Players, The Selected Player Is Part Of The Country's Football Team

ભાસ્કર વિશેષ:શ્રેષ્ઠ ટીમ બનાવવા ઇચ્છતો હતો એટલે ચાહકે જાતે સ્કાઉટિંગ શરૂ કર્યું, વેબસાઇટ બનાવી ખેલાડીઓને ટ્રેક કર્યા, પસંદ કરેલા ખેલાડી દેશની ફૂટબોલ ટીમનો ભાગ

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ સલ્વાડોરના હ્યુગો અલ્વારેડો હવે ત્યાંના ફૂટબોલ ફેડરેશનના પહેલા સ્કાઉટ છ

અલ સલ્વાડોરના રિવાઇવલમાં સારા ઓર્ગેનાઇજેશન, કોચિંગ અને પ્રતિભાની ભૂમિકા તો છે જ, એક ચાહકનું યોગદાન પણ રહ્યું છે. એક દશક પહેલા હ્યુગો અલ્વારેડોએ અલ સલ્વાડોરની નેશનલ ફૂટબોલ ટીમમાં સુધાર માટે ઇન્ટરનેટ પર ઘણા ફૂટબોલર્સ વિષે શોધ્યું, જે આ ટીમ સાથે જોડાઇ શકે.

તેણે ઘણા એવા ખેલાડીઓની ઓળખ કરી જે અલ સલ્વાડોરના હતા અથવા તેમનો ચહેરો ત્યાના લોકો સાથે મળતો આવતો હતો. તેણે યુરોપિયન ફૂટબોલ ક્લબ, મેજર લીગ સોકર, એકેડેમીની ટીમો અને અમેરિકન કોલેજના પ્રોગ્રામ વગેરેમાં ખેલાડીઓની શોધ કરી, ત્યારબાદ એક-એક કરીને તેમને ટ્રેક કર્યું. અલ સલ્વાડોર માટે રમવામાં રુચિ વ્યક્ત કરનાર ખેલાડીઓને પોતાની વેબસાઇટના ડેટામાં જોડી દીધા.

જોકે એક અડચણ છે. અલ્વારેડો ત્યાના ફૂટબોલ ફેડરેશન સાથે જોડાયલે ન હતો. તેને ખેલાડીઓને નેશનલ ટીમમાં પસંદ કરવાનો અધિકાર ન હતો. તે માત્ર એક પ્રશંસક હતો, જે પોતાની ટીમને સારી બનાવવા માંગતો હતો. અલ્વારેડોના ટીમના જનુનને જોતા ફેડરેશનના પહેલા સ્પોર્ટિંગ ડાયરેક્ટર ડિએગો હેનરિક્સે ગત વર્ષે ઓક્ટોબરમાં તેને પોતાની સાથે જોડ્યો.

અલ્વારેડો ફેડરેશનનો પહેલો સ્કાઉટ હતો. હેનરિક્સે અલ્વારેડોને કહ્યું કે તે એ ખેલાડીઓ પર ધ્યાન આપે જે ટીમને જીતાડવાની ક્ષમતા રાખે છે. અલ્વારેડો દ્વારા સ્કાઉટ કરેલ ઘણા ખેલાડીઓ અલ સલ્વાડોરની ટીમમાં રમી રહ્યા છે. તેની નવી શોધ 20 વર્ષના મિડફીલ્ડર એનરિકો ડુએનેસ છે. નેધરલેન્ડમાં જન્મેલ ડુએનેસ ત્યા ક્લબ ફૂટબોલ રમે છે.

અન્ય સમાચારો પણ છે...