તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Virat Kohli Still In 5th Position Lokesh Rahul Still In Sixth Position With One Point Advantage, David Malan Tops

ICCએ ટી20 રેન્કિંગની જાહેરાત:વિરાટ કોહલી 5મા સ્થાને યથાવત્ તો લોકેશ રાહુલ એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને, ડેવિડ મલાન ટોચ પર પહોંચ્યો

દુબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલી - ફાઇલ તસવીર - Divya Bhaskar
વિરાટ કોહલી - ફાઇલ તસવીર

આઈસીસીએ જાહેર કરેલ ટી20 રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી તેના પાંચમાં સ્થાન પર યથાવત રહ્યો છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી 762 અંક સાથે પાંચમાં સ્થાને છે. તો ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી ડેવિડ મલાન (888 અંક) પહેલંુ સ્થાન જાળવી રાખ્યું છે. તો ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના વન-ડે અને ટી-20ના કેપ્ટન એરોન ફિન્ચ (830 અંક) બીજા સ્થાને, ત્યાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આજમ (828 અંક) ત્રીજા સ્થાને અને ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે (774 અંક) ચોથા સ્થાને છે.

રાહુલ 743 અંકની સાથે છઠ્ઠા સ્થાન પર છે. અને ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મેક્સવેલ એક સ્થાનના ફાયદા સાથે સાતમાં સ્થાન પર પહોંચી ગયો છે. રાહુલ અને કોહલી ટોપ 10માં સ્થાન મેળવનાર બે ભારતીય બેટ્સમેન છે. કોઈ પણ અન્ય ભારતીય ખેલાડી ટી-20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવી શક્યા નથી. વનડેની વાત કરીએ તો કોહલી અને રોહિત શર્મા ટોપ પાંચમાં છે. વન-ડેમાં ટોચના 10માં સ્થાન મેળવનારા ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ છઠ્ઠા ક્રમે યથાવત છે જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની યાદીમાં નવમા ક્રમે યથાવત છે.

શ્રીલંકા સામેની ત્રણ મેચની આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનના પગલે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ત્રીજી ક્રમાંકિત જગ્યા પર હતો. ઇંગ્લેન્ડના અન્ય ફાસ્ટ બોલરો ડેવિડ વિલે અને ટોમ કરેનને પણ રેન્કિંગ અપડેટમાં ફાયદો થયો છે. વિલી 13 સ્થાનનો ફાયદો થયો જેથી 37માં અને કરેન 20 સ્થાનનો ઉછાળો મેળવી 68માં સ્થાને છે. વનડે રેન્કિંગમાં શિખર ધવન ભારત માટે 18 માં ક્રમે છે, લોકેશ રાહુલ 27માં અને હાર્દિક પંડ્યા 42માં નંબર પર છે. બોલિંગ વિશે વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર 13માં અને યુઝવેન્દ્ર ચહલ 24માં સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...