• Gujarati News
  • Sports
  • Triple Century Hitter In His Captaincy, Himself In The Team Despite A Flop For 3 Years

ટીમ ઈન્ડિયામાં વિરાટ કયાં સુધી?:પોતાની કેપ્ટનશિપમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનારને બહાર કર્યો, પોતે 3 વર્ષથી ફ્લોપ છતાં ટીમમાં

એક મહિનો પહેલા

હાથમાં આવેલી તક સરકી ગઈ. ટીમ ઈન્ડિયાની સાથે બર્મિગહામ ટેસ્ટમાં કંઈક આવું જ થયું. મેચના પહેલા ત્રણ દિવસ ભારતીય ટીમની જીત થશે તેવું લાગતું હતું, પરંતુ તેમ છતાં ઈંગ્લેન્ડે બાજી પલટી નાખી. ભારતીય ટીમ આ શરમજનક હારથી બચ્યું હોત જો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ સારી બેટિંગ કરી હોત. કોહલી બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો.

એવું નથી કે વિરાટ કોહલીની નિષ્ફળતા પરેશાન કરનારી છે. તે લગભગ ત્રણ વર્ષથી આ રીતે એક પછી એક નિષ્ફળતાઓના રેકોર્ડ બનાવી રહ્યો છે. વિરાટ પોતે તે પરીક્ષામાંથી પાસ નથી થઈ રહ્યો, જે તેને કેપ્ટન તરીકે પોતાના ખેલાડીઓ માટે નક્કી કરી હતી.

કોહલીએ હંમેશા કહ્યું છે કે તે પોતાને બેસ્ટ ગણાવીને ક્રિકેટ રમે છે. પોતાના પરફોર્મન્સથી તેને લાંબા સમયથી પોતાને બેસ્ટ પુરવાર પણ કર્યો, પરંતુ 23 નવેમ્બર 2019 (વિરાટની છેલ્લી સેન્ચુરીની તારીખ) પછી તેમનું પ્રદર્શન જુવો. 18 ટેસ્ટમાં 27.25ની સરેરાશથી માક્ષ 872 રન. સેન્ચુરી એકપણ નહીં. બેસ્ટ ઈનિંગ તો ન રમી શક્યો પરંતુ તે આ સમયગાળામાં દુનિયાના સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં ટોપ-30માં પણ નથી. તે આ લિસ્ટમાં 34માં નંબરે છે. માત્ર ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો પણ વિરાટનો નંબર ચોથો છે.

આવું પ્રદર્શન છતાં વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી રહ્યું છે જે આશ્ચર્યની વાત છે. અને તે પણ સતત... વારંવાર... સવાલ એ છે કે જો વિરાટ કેપ્ટન હોત તો શું તે પોતે આટલી સાધારણ રમત દેખાડનાર બેટ્સમેનને પ્લેઈંગ-11માં સ્થાન આપત? સ્વભાવિક છે કે, આ સવાલનો જવાબ વિરાટ તો નહીં આપે પરંતુ કેપ્ટન તરીકે તેના કેટલાંક નિર્ણયો ઘણું બધું કહી જાય છે.

વિરાટની કેપ્ટનશિપમાં ચાર ખેલાડી માત્ર એક જ મેચ રમી શક્યો
વિરાટ કોહીલ ખેલાડીઓને ડ્રોપ કરવામાં અને પ્લેઈંગ-11માં ફેરફાર કરવામાં માહિર કેપ્ટન ગણાતો હતો. તેને 68 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી અને 64માં તેને પ્લેઈંગ-11માં ફેરફાર કર્યા. તેમની કેપ્ટનશિપમાં 41 ખેલાડીઓ ટેસ્ટ મેચ રમ્યાં. જેમાંથી ચારને માત્ર 1-1 ટેસ્ટમાં જ તક આપવામાં આવી. પાંચ ખેલાડી 2-2 ટેસ્ટ જ રમી શક્યા. 9 ખેલાડી એવા રહ્યાં જેમને માત્ર 3થી 5 ટેસ્ટમાં જ ચાન્સ મળ્યો. કેપ્ટન વિરાટ દરેક ફેરફાર પાછળ ટીમ હિતનો જ તર્ક આપતો હતો. શું આ તર્ક હવે બેટ્સમેન વિરાટ પર લાગુ થશે?

ટ્રિપલ સેન્ચુરી ફટકાર્યા બાદ પણ આગામી ટેસ્ટમાંથી બહાર થયો હતો કરુણ નાયર
કર્ણાટકના બેટ્સમેન કરુણ નાયરે 2016માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટ્રિપલ સેન્ચુરી ફટકારી. વિરેન્દ્ર સહેવાગ પછી આ સિદ્ધિ હાંસલ કરનાર નાયર ભારતનો માત્ર બીજો બેટ્સમેન હતો. તેમ છતાં જ્યારે ભારતીય ટીમ આગામી ટેસ્ટ રમવા ઉતરી ત્યારે પ્લેઈંગ-11માં નાયરને જગ્યા મળી ન હતી. કેપ્ટન વિરાટે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેનને બહાર કરી દીધો, પરંતુ હવે પોતે ત્રણ વર્ષથી એક પણ સેન્ચુરી નથી ફટકારી શક્યો તેમ છતાં રમી રહ્યો છે.

કેપ્ટનશિપ હતી ત્યારે જ રન બનાવવાનું પસંદ
વિરાટના રેકોર્ડ પર નજર કરીએ તો તે સ્પષ્ટ છે કે કેપ્ટન તરીકે તેમનું બેસ્ટ ત્યારે સામે આવ્યું, જ્યારે તે ટીમનો કેપ્ટન હતો. કેપ્ટન તરીકે તેમને 68 ટેસ્ટની 113 ઈનિંગમાં 54.80ની સરેરાશથી 5864 રન બનાવ્યા. બીજી બાજુ કેપ્ટનશિપ વગર એટલે કે એક ખેલાડી તરીકે તેને અત્યાર સુધીમાં 34 ટેસ્ટ રમી અને 60 ઈનિંગમાં 39.46ની સરેરાશથી માત્ર 2210 રન બનાવ્યા. સેન્ચુરી એક પણ નહીં. તો શું વિરાટ ત્યારે રન બનાવશે, જ્યારે તેમને ફરીથી કેપ્ટન બનાવવામાં આવે?

મેચ જીતાડવામાં અવ્વલ, ટ્રોફી અપાવવામાં નહીં
વિરાટ કેપ્ટન તરીકે પોતાના દરેક નિર્ણયને એટલા માટે ડિફેન્ડ કરી શકતો હતો કેમકે તેમની આગેવાનીમાં ટીમે મેચ ઘણી જીતી. વિરાટની કેપ્ટનશિપમાં ભારેત 68માંથી 40 ટેસ્ટ જીત્યા. કોઈ અન્ય કેપ્ટનની સરખામણીએ વધુ, પરંતુ ટ્રોફી અપાવવામાં તે ફેઈલ થઈ જતો હતો. વનડે અને ટી-20માં તે એકપણ વર્લ્ડ કપ ન જીતાડી શક્યો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાની તક પણ તેને ગુમાવી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ WTC ફાઈનલ ભારત સહેલાયથી ડ્રો કરી શકતો હતો, પરંતુ બિનજરૂરી આક્રમકતા ટીમ પર ભારે પડી.

અન્ય સમાચારો પણ છે...