રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટોક્યોમાં અનુશાસનહીનતા વર્તનને પગલે મહિલા પહેલવાન વિનેશ ફોગાટને સસ્પેન્ડ કરી દીધી છે. જ્યારે સોનમ મલિકને અયોગ્ય વર્તન કરવાને લઈને નોટિસ આપી છે. બંને ખેલાડીઓને ફેડરેશને 16 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો છે. વિનેશહાલ ફેડરેશનની કોઈ પણ પ્રવૃતિઓમાં ભાગ નહીં લઈ શકે. ન્યૂઝ એજન્સીને એક અધિકારીએ જણાવ્યું કે વિનેશને ત્રણ કારણોને પગલે નોટિસ મોકલવામાં આવી છે.
પહેલું કારણ- વિનેશે ટોક્યોમાં ભારતીય ખેલાડીઓની સાથે ઓલિમ્પિક વિલેજમાં રહેવા અને તેમની સાથે ટ્રેનિંગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેને ઓલિમ્પિક વિલેજમાં જ્યારે અન્ય ભારતીય પહેલવાન સીમ બિસ્લા, અંશુ મલિક અને સોનમ મલિકની સાથેનો રૂમ એલોટ કરાયો તો તેને એવું કહિને રહેવાનો ઈનકાર કરી દીધો કે આ તમામ પહેલવાન ભારતથી આવ્યા છે એવામાં તેને કોરોનાથી સંક્રમણ હોવાનો ખતરો છે. વિનેશ ટોક્યો પહેલાં હંગેરીમાં રહીને પોતાના ખાનગી કોચની સાથે ટ્રેનિંગ કરી રહી હતી. તે હંગેરીની ટમની સાથે જ સીધી ટોક્યો પહોંચી હતી.
બીજું કારણ- વિનેશે બાઉટ દરમિયાન ઈન્ડિયન ઓલિમ્પિક સંઘના સત્તાવાર પાર્ટનર શિવ નરેશની લોગોવાળી ડ્રેસ પહેરીને રમવાને બદલે નાઈકીના લોગોવાળી ડ્રેસ પહેરીને ઉતરી હતી.
ત્રીજું કારણ- વિનેશ ટોક્યોમાં હંગેરીના પહેલવાનની સાથે જ ટ્રેનિંગ કરતી હતી. એક દિવસ જ્યારે અન્ય ભારતીય મહિલા પહેલવાનની સાથે ટ્રેનિંગ શેડ્યૂલ સાથે થયું તો તેને ટ્રેનિંગ ન લીધી.
સોનમે પાસપોર્ટ ઘરે પહોંચાડવા માટે સાઈના અધિકારીને ફોન કર્યો હતો
ફેડરેશનના અધિકારીએ જણાવ્યું કે વિનેશનું વર્તન સીનિયર ખેલાડીઓ જેવું ન હતું. તેમનો વ્યવહાર યોગ્ય ન કહી શકાય. તો સોનમ મલિક પણ ટોક્યો માટે પાસપોર્ટ ફેડરેશનની ઓફિસથી પોતે લેવા કે પરિવારના લોકોને મોકલવાને બદલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)ના એક અધિકારીને ફોન કરીને ફેડરેશનની ઓફિસે પાસપોર્ટ લઈને ઘરે પહોંચવના નિર્દેશ આપ્યા હતા.
વિનેશ ક્વાર્ટર ફાઇનલમાં હારી હતી
વિનેશને ટોક્યોમાં મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તે ક્વાર્ટર ફાઇનલમાં બેલારુસની વેનેસા કલાડજિસ્કાયા સામે હારી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.