કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઈટલિફ્ટરોનો દબદબો યથાવત છે. વેઈટલિફ્ટિંગમાં, વિકાસ ઠાકુરે મેન્સની 96 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેટલો ભવ્ય વિજય, તેટલી જ યાદગાર ઉજવણી કરી. ખરેખમાં, મંગળવારે સાંજે શાનદાર પ્રદર્શન પછી, વિકાસે ગાયક સિદ્ધુ મુસેવાલાની શૈલીમાં ઉજવણી કરી હતી. સિદ્ધુની હત્યા બાદ વિકાસ ખૂબ રડ્યો હતો. તેથી તેણે સિંગરને શ્રદ્ધાંજલિ આપી અને તેની જાંઘ પર થપ્પો માર્યો હતો.
વિકાસે કહ્યું- સિદ્ધુના ગીતો હંમેશા મારી સાથે રહેશે
વિકાસે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે જીત પહેલા અને મેચ દરમિયાન પણ તેના ગીતો સાંભળતો હતો. મેચ દરમિયાન પણ તે મૂસેવાલાના ગીતો વિશે વિચારતો હતો. વિકાસે તેની લિફ્ટ બાદ મુસેવાલાની સ્ટાઈલમાં જાંઘ થપથપાવી હતી. તેણે કહ્યું, 'પંજાબી થપ્પી સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ હતી. તેની હત્યા બાદ બે દિવસ સુધી મેં ખાધું ન હતું. હું તેમને ક્યારેય મળ્યો નથી, પરંતુ તેના ગીતો હંમેશા મારી સાથે રહેશે. હું હંમેશા તેનો મોટો ચાહક રહીશ.
વિકાસે ખરાબ સંગતથી દુર રહેવા માટે રમતને પસંદ કરી
વિકાસે સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ પહેલા તેણે 2014 કોમનવેલ્થ ગેમ્સનાં સિલ્વર જીત્યો હતો અને 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કહ્યું, 'હું મારું હોમવર્ક વહેલું કરી લેતો હતો અને હું ખરાબ સંગતમાં ન પડી જાઉ માટે મારા માતા પિતાએ મને રમતગમતમાં મૂક્યો છે. એથ્લેટિક્સ, બોક્સિંગમાં હાથ અજમાવ્યા પછી મેં વેઈટલિફ્ટિંગ પસંદ કર્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.