આઇપીએલ:વ્યૂઅરશિપ 22% ઘટી, મીડિયા રાઇટ્સની બોલી માટે ઝાટકો

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2023થી 2027 સુધીની આઇપીએલની 5 સિઝનના મીડિયા રાઇટ્સ માટે રવિવારે ઇ-ઓક્શન થશે. આ વખતે ટુર્નામેન્ટની વ્યૂઅરશિપ ઘટતા ઝટકો લાગ્યો છે. આંકડા પ્રમાણે, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ફાઇનલ વખતે દર્શકોની સંખ્યા ગત વર્ષની ફાઇનલથી 20-22% ઓછી રહી. મીડિયા રાઇટ્સની બોલીમાં પણ તેની અસર જોવા મળી શકે.

અમેઝોન અને ગૂગલ પહેલેથી જ હટી ગઇ છે. ઝી પણ પેકેજ ‘એ’ માટે કદાચ બોલી નહીં લગાવે. ઝીનું સોની સાથે મર્જર થવાનું છે. એવામાં ડિઝની, રિલાયન્સ વાયકૉમ 18 અને સોની પિક્ચર્સ નેટવર્ક બચ્યા છે. બીસીસીઆઇએ રૂ. 32,890 કરોડ બેઝ પ્રાઇસ રાખી છે. જોકે, બોલી રૂ. 60 હજાર કરોડ સુધી જવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...