• Gujarati News
  • Sports
  • Veteran Footballer Pele Re admitted To The Hospital, Came Home Just 3 Days After The Operation

પેલેની તબિયત લથડી:દિગ્ગજ ફુટબોલર પેલે ફરીથી હોસ્પિટલમાં દાખલ, 3 દિવસ પહેલા જ ઓપરેશન પછી ઘરે આવ્યા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિપ ટ્રાન્સપ્લાન્ટ પછી પેલેને ચાલવામાં મુશ્કેલી થતી હતી

પેલે છેલ્લા ઘણા સમયથી વિવિધ આરોગ્યલક્ષી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં થોડા સમય પહેલા એક સફળ ઓપરેશન પછી ઘરે પરત આવેલા બ્રાઝીલના દિગ્ગજ ફુટબોલરને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને એલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા છે. ડોકટરના જણાવ્યા પ્રમાણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી હતી, જોકે અત્યારે તેમની હાલત સ્થિર છે.

6 મહિનામાં પેલેને 2 વાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
80 વર્ષના પેલેનું આ મહિને કોલન ટ્યૂમરનું સફળ ઓપરેશન કરાયું હતું. ત્યારપછી તેમને મંગળવારે ICUની બહાર લાવવામાં આવ્યા હતા અને ત્યારપછી ઘરે જવાની અનુમતિ પણ આપી દીધી હતી. એટલું જ નહીં પેલેએ આ અંગે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે મારા મિત્રો હું દરરોજ પહેલા કરતા વધારે સારુ અનુભવી રહ્યો છું.

તમને જણાવી દઇએ કે કોરોના મહામારી પહેલા જ પેલે સોશિયલ પ્રોગ્રામમાં હાજરી આપી રહ્યા નહતા અને ત્યારથી જ તે સેન્ટોસ પાસે આવેલા પોતાના ઘર બહાર ઘણીવાર જોવા મળ્યા હતા. તેમની 2015માં પ્રોસ્ટેટ સર્જરી પણ થઈ હતી, આ સમયથી 6 મહિનામાં પેલેને 2 વાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

રૂટિન ચેકએપ દરમિયાન ટ્યૂમર અંગે જાણ થઈ
તે ગત સપ્તાહે રૂટિન ચેકઅપ કરવા માટે હોસ્પિટલ ગયા હતા, તે દરમિયાન પેટમાં ટ્યૂમર હોવાની વાત અંગે જાણ થઈ હતી. તેમણે કહ્યું કે હું ઈશ્વરનો આભારી છું કે ઓપરેશન સફળ રહ્યું, અત્યારે મારી તબિયત સારી છે. મને આમેય તમારી સાથે શાનદાર જીતની ઉજવણી કરવાની આદત છે. જીવનની આ મેચમાં પણ મેં હસતા-હસતા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે.

હિપ ટ્રાન્સપ્લાન્ટ પછી પેલેને ચાલવામાં મુશ્કેલી થતી હતી
ત્રણ વર્લ્ડ કપ વિજેતા (1958, 1962 અને 1970) પેલેનું 2012માં હિપ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જોકે આ સર્જરી પછી તેમને ચાલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તે વોકર અથવા વ્હીલચેરની સહાયતાથી જ ચાલી શકતા હતા. વળી તાજેતરમાં તેમને કિડનીની સમસ્યા પણ સામે આવી હતી. પેલે બ્રાઝીલ માટે 77 ગોલ કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...