વર્ષના અંતિમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનના આયોજક યુએસ ટેનિસ એસોસિએશન દ્વારા સોશિયલ જસ્ટિસ કેમ્પેન શરૂ કરાયું છે. આ કેમ્પેન થકી એવા સમુદાયની કળાકૃતિઓ પ્રદર્શિત કરાશે જે સમાજથી એક રીતે દૂર છે. ન્યૂયોર્કની આર્ટ ફેર આર્મરી શોએ આ માટે એસોસિએશન સાથે કરાર કર્યા છે. 109 વર્ષ જુના આર્મરી શો મોર્ડન આર્ટનું આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન સેન્ટર છે.
આ વખતે 5 વંચિત સમુદાયના કલાકારો યુએસ ઓપન દરમિયાન પોતાની કળાકૃતિ રજૂ કરશે. જેને બિલી જીન કિંગ નેશનલ ટેનિસ સેન્ટરમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરના પ્રારંભે પ્રદર્શિત કરવામા આવશે. યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ દરમિયાન જે વસ્તુઓને પ્રદર્શન માટે રાખવામાં આવશે તે તમામને વેચાણ અર્થે પણ રાખવામાં આવશે.
ફેન્સને કળાપ્રેમી બનવાની તક
છેલ્લા 5 વર્ષમાં 3 કલાકારોએ વિશેષ રીતે યુએસ ઓપન માટે કામ કર્યુંં છે. આર્મરી શોની એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર નિકોલ બેરીએ આ અંગે જણાવ્યું હતુંુ કે,‘આ ભાગીદારી થકી અમે એવા લોકો સુધી પહોંચવા માગીએ છીએ જેઓ આર્મરી શોથી અજાણ છે. આશા છે કે અમે ટેનિસ ફેન્સમાંથી અમુકને કળાપ્રેમી બનાવવામાં સફળ રહીશું. એવું પણ બને કે કળાપ્રેમી ટેનિસની રમતના ફેન બની જાય.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.