• Gujarati News
  • Sports
  • US Open Champion Radukanu Had Questions About Mental Health 4 Months Ago, Staying Away From The Phone During The Tournament

ભાસ્કર વિશેષ:યુએસ ઓપન ચેમ્પિયન રાડુકાનુ પર 4 મહિના પહેલા મેન્ટલ હેલ્થ પર પ્રશ્નો ઉઠ્યા હતા, ટૂર્નામેન્ટ સમયે ફોનથી દૂર રહી હતી

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

18 વર્ષની એમા રાડુકાનુ રમતજગતની નવી સેન્સેશન બની ગઇ છે. સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય એમા રાડુકાનુએ યુએસ ઓપન દરમિયાન પોતાનો ફોન ફિઝિયોને આપી દીધો હતો. એકાગ્રતા તૂટે નહીં તે માટે યુઝર્સની કમેન્ટ્સ પર ધ્યાન ન આપ્યું.

હવે એમા રાડુકાનુએ યુએસ ઓપન જીત્યા બાદ સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોનું જાણે પૂર આવ્યું છે. ન્યૂયોર્કમાં ‘મેટ ગાલા’માં તે ફોટો સેશન કરાવી રહી છે તો વિશ્વના અગ્રણી મેગેઝિન્સ તેને પોતાના કવર પર ચમકાવવા રાહ જોઇ રહ્યા છે. બ્રિટનની એમાની જીત બાદ લંડનથી માંડીને ચીન-તાઇવાન સુધી લોકો ઉજવણી કરી રહ્યા છે.

બ્રિટનમાં છેલ્લા 44 વર્ષના ગ્રાન્ડ સ્લેમના દુકાળનો એમા જીત સાથે અંત લાવી. તેની માતા ચાઇનીઝ મૂળની હોવાથી લોકો ખુશ છે. એમાએ ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. મારિયા શારાપોવા (17 વર્ષ) બાદ એમાએ 18 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતી. ક્વોલિફાયર રાઉન્ડથી ચેમ્પિયન બનવા સુધીની સફર એક રેકોર્ડ છે. ટુર્ના. શરૂ થયા પહેલાં એમા વિશ્વની 31મા ક્રમની ખેલાડી હતી.

રેન્કિંગથી જ નક્કી થાય છે કે સ્પર્ધામાં કયા ખેલાડીની મેચ કોની સાથે હશે, જેથી મોટા ખેલાડીઓ શરૂમાં એકબીજા સામે ન રમી શકે. યુએસ ઓપન શરૂ થઇ ત્યારે એમા વિમેન્સ ટેનિસ એસો. (WTA)ના રેન્કિંગમાં 150મા ક્રમે હતી. પણ હવે 23મા ક્રમે પહોંચી ચૂકી છે. અગાઉ જૂન-જુલાઇમાં વિમ્બલ્ડનમાં એમા વાઇલ્ડકાર્ડ એન્ટ્રી સાથે ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.

વિમ્બલ્ડનમાં મેચ છોડતાં સવાલ ઊઠ્યા હતા, યુએસ ઓપનમાં ન્યૂઝથી દૂર રહી
એમા 2018 અને 2019માં વિમ્બલ્ડન માટે ક્વોલિફાય થઇ શકી નહોતી પણ જૂન-જુલાઇ, 2021માં નોટિંગહામમાં યોજાયેલી વિમ્બલ્ડનમાં અંતિમ 16 સુધીમાં પહોંચી હતી. તે ટુર્ના.ની એક મેચમાં શ્વાસ લેવામાં તકલીફને કારણે તેણે મેચ અધવચ્ચે છોડી દીધી હતી. મેચના બ્રોડકાસ્ટર્સની ટિપ્પણી હતી કે એમાએ મેન્ટલ હેલ્થ પ્રેશરના કારણે મેચ અધૂરી છોડી હતી. જોકે, એમા કહે છે કે પોતાને પ્રાથમિકતા આપવાનું વધુ જરૂરી હતું અને પોતાની હેલ્થના કારણે તેણે તે નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...