તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • US Open 2021: Raducanu Wins First Grand Slam, Beats Fernandez 6 4, 6 3 In Final Emma Raducanu Makes Tennis History With US Open Final Win

US ઓપન વિમેન્સ ફાઇનલ:બ્રિટનની એમ્મા રાદુકાનુએ કેનેડિયન લેલાહને હરાવી ટાઇટલ જીત્યું, 44 વર્ષ પછી કોઇપણ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પહેલી બ્રિટિશ ખેલાડી

ન્યૂયોર્ક13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • US ઓપનના ડેબ્યૂમાં ટાઇલ જીતનાર બીજી ખેલાડી બની એમ્મા રાદુકાનુ

23 ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ અને વર્લ્ડ નંબર-1 એશ્લે બાર્ટીની ગેરહાજરીમાં US ઓપન વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ એમ્મા રાદુકાનુએ(બ્રિટનની ખેલાડી) જીતી લીધું છે. એમ્મા 44 વર્ષ પછી કોઇપણ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પહેલી બ્રિટિશ ખેલાડી બની ગઈ છે. આની પહેલા 1977માં વર્જીનિયા વેડે વિમ્બલ્ડનમાં ટાઇટલ જીત્યું હતું. વળી રાદુકાનુ 1968 પછી US ઓપન જીતનાર બ્રિટિશ ખેલાડી છે, તેની પહેલા વર્જીનિયા વેડે જીન કિંગને હરાવી આ ટાઇટલ જીત્યું હતું. રાદુકાનુ 2004માં વિમ્બલ્ડનમાં 17 વર્ષની મારિયા શારાપોવા પછી મહિલા ટાઇટલ પોતાને નામ કરનાર સૌથી યુવા ખેલાડી છે.

એમ્માએ ફાઇનલમાં કેનાડાની 19 વર્ષીય લેલા ફર્નાંડિઝને 6-4, 6-3થી હરાવી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.

US ઓપનના ડેબ્યૂમાં ટાઇલ જીતનાર બીજી ખેલાડી
રાદુકાનુ US ઓપનના ડેબ્યૂમાં ફાઇનલમાં પહોંચનાર ચોથી ખેલાડી છે. આની પહેલા પામ શ્રાઈવર (1978), વીનસ વિલિયમ્સ (1997) અને બિયાંકા એન્ડ્રીસ્કુ (2019) ડેબ્યૂમાં ફાઇનલમાં પહોંચી હતી. તે એન્ડ્રીસ્કુ પછી બીજી ખેલાડી છે જેણે US ઓપનની ડેબ્યૂમાં ટાઇટલ જીત્યું છે.

રાદુકાનુ વર્લ્ડ રેન્કિંગમાં 150માં નંબરે
આવું બીજીવાર થયું છે જ્યારે 1975માં વર્લ્ડ રેન્કિંગ શરૂ થયા પછી 100થી ઉપરની વર્લ્ડ રેન્કિંગ ધરાવતી મહિલા ખેલાડી ફાઇનલમાં પહોંચી હતી. રાદુકાનુનો રેન્ક 150 છે. આની પહેલા 2009માં કિમ ક્લિઝસ્ટર્સ US ઓપનની ફાઇનલમાં પહોંચી હતી અને ટાઇટલ જીત્યું હતું.

રાદુકાનુએ સતત 20 સેટ જીત્યા
પોતાની બીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમી રહેલી રાદુકાનુએ US ઓપનમાં અત્યારસુધી તેના તમામ 20 સેટ જીત્યા છે. તેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડની ત્રણ મેચ અને મુખ્ય ડ્રોની 6 મેચનો પણ સમાવેશ થાય છે. રાદુકાનુ પ્રથમ વખત કોઈપણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી છે. તદુપરાંત, 2016માં એન્જેલિક કર્બર પછી રાદુકાનુ પ્રથમ મહિલા છે જેણે એક પણ સેટ ગુમાવ્યા વિના US ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો.

1999 પછી પ્રથમવાર એવું બન્યું, જ્યારે બંને ખેલાડીઓ ટીનેજર હતા
US ઓપનમાં 1999 પછી પ્રથમ વખત એવું બન્યું કે મહિલાઓની ફાઇનલમાં બંને ખેલાડીઓ ટીનેજર્સ હતા. બ્રિટિશ ખેલાડી 18 વર્ષની છે જ્યારે કેનેડાની ખેલાડી 19 વર્ષની છે. આની પહેલા 1999માં US ઓપનની ફાઇનલમાં પહોંચનાર સેરેના વિલિયમ્સ 17 વર્ષની હતી, જ્યારે માર્ટિના હિંગિસ 18 વર્ષની હતી. વિલિયમ્સે હિંગિસને હરાવીને ટ્રોફી જીતી.

અન્ય સમાચારો પણ છે...