ટેનિસ:ઇન્ડિયન વેલ્સના ચોથા રાઉન્ડમાં અપસેટ સર્જાયો, ટોપ-5ની ત્રણ ખેલાડીઓ બહાર

ઇન્ડિયન વેલ્સ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી સીડ સ્વાતેક અને ત્રીજી સીડ ક્રાજિકોવા સતત સેટમાં હારી
  • એન્ડી મરેને જર્મનીના જ્વેરેવ સતત સેટમાં હરાવી બહાર કર્યો

ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડમાં અપસેટ સર્જાયો છે. મહિલા સિંગલ્સમાં ટોપ-5ની ત્રણ ખેલાડી હારીને બહાર થઇ ગઇ. બીજી સીડ પોલેન્ડની ઇગા સ્વાતેકને 24મી ક્રમાંકીત લાત્વિયાની જેલેના ઓસ્તાપેંકોએ સતત સેટમાં 6-4, 6-3થી હરાવી.

અન્ય એક મેચમાં યુક્રેનની એલિના સ્વિતોલિનાને 19મી સીડ અમેરિકાની જેસિકા પેગલાએ સતત સેટ 6-1, 6-1થી હરાવી. અંતિમ-8માં પેગુલાનો સામનો બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા સામે થશે. 21મી ક્રમાંકીત સ્પેનની પાઉઓલો બાડોસાએ ત્રીજી ક્રમાંકીત બારબરા ક્રાજિકોવાને 6-1, 7-5થી હરાવી.

ત્રીજા ક્રમાંકિત જ્વેરેવ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં
એલેક્જેન્ડર જ્વેરેવ પુરુષ સિંગલ્સમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. વિશ્વનો નંબર-4 જર્મનીના જ્વેરેવએ બ્રિટનના એન્ડી મરેને સતત સેટમાં 6-4, 7-6થી માત આપી હતી. હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જ્વેરેવનો સામનો ફ્રાન્સના ગેલ મોફિલ્સ સામે થશે. તો બીજો સીડ સિતસિપાસે પહેલો સેટ હાર્યા બાદ ઇટાલીના ફેબિયો ફોગનિનીને 2-6, 6-3, 6-4થી માત આપી. હવે તેનો સામનો ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડિ મિનોર સામે થશે.

અન્ય સમાચારો પણ છે...