તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સફર વિન્ડો:યુનાઈટેડનો દાવ સાંચોની જગ્યાએ તેની જ વયના હાલેન્ડ પર

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેસ્સી માન.સિટી, રામોસ પીએસજી સાથે જોડાઈ શકે છે

એક નવું વર્ષ. વધુ એક ટ્રાન્સફર વિન્ડો. ફૂટબોલ ખેલાડીઓ પાસે ભવિષ્યની યોજના તૈયાર કરવાની એક તક. લિયોનલ મેસ્સીથી લઈને સર્જિયો રામોસ, પૉલ પોગ્બાથી લઈને સર્જિયો એગુએરો જેવા મોટા સ્ટાર આ વર્ષે નવી ક્લબ સાથે જોડાઈ શકે છે. તેમાંથી મોટાભાગના કરાર જૂનમાં સમાપ્ત થઈ જશે. ચાલો જાણીએ કયો ખેલાડી કઈ ક્લબ સાથે જોડાઈ શકે છે.

લિયોનલ મેસ્સી (બાર્સિલોના)
સંભવિત ક્લબ : માન્ચેસ્ટર સિટી
મેસ્સીનો સમરમાં કરાર ખતમ થઇ રહ્યો છે. તે 200થી બાર્સિલોના માટે રમી રહ્યો છે. મેસ્સી ગુઆર્ડિઓલાની ક્લિબ સિટી સાથે જોડાઈ શકે છે. પીએસજીની નજર પર મેસ્સી પર છે.

સર્જિયો એગુએરો(માન.સિટી)
સંભવિત ક્લબ : ઈન્ડિપેન્ડેન્ટ
ગુઆર્ડિઓલા કહી ચૂક્યું છે કે એગુએરો સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેની ખરાબ ફિટનેસ પણ મોટું કારણ છે. 32 વર્ષીય અેગુએરો સિઝનમાં ફક્ત 5 મેચ રમી શક્યો છે.

સર્જિયો રામોસ(રિયલ મેડ્રિડ)
સંભવિત ક્લબ : પીએસજી
રિયલ મેડ્રિડનો સુકાની રામોસ સાથે પીએસજી કરાર કરવાની રેસમાં સૌથી આગળ છે. રામોસ સાથે મેડ્રિડ 2 વર્ષનો કરાર કરી શકેછે. કોવિડ-19ને લીધે ક્લબના નવા કરારની આશા ઓછી છે.

પૉલ પોગ્બા (માન.યુનાઈટેડ)
સંભવિત ક્લબ : યુવેન્ટ્સ
યુનાઈટેડ સમરમાં 27 વર્ષીય પોગ્બાને વેચી શકે છે. પોગ્બાએ નવી ડીલ પર હસ્તાક્ષર કરવા ઈનકાર કરી દીધો છે. યુવેન્ટ્સ, રિયલ મેડ્રિડ અને પીએસજી ખરીદવાની રેસમાં છે.

હાલેન્ડ (બોરુસિયા ડૉર્ટમંડ)
સંભવિત ક્લબ : માન.યુનાઇટેડ
20 વર્ષીય હાલેન્ડ જર્મન ક્લબ છોડી શકે છે. યુનાઈટેડ સાંચોની જગ્યાએ હાલેન્ડ સાથે કરારનો પ્રયાસ કરી રહી છે. રિયલ મેડ્રિડ અને બાર્સિલોના પણ લાઈનમાં છે.

આ પણ ક્લબ બદલી શકે છે

  • પીએસજીના એમબાપેનો કરાર 2022 સુધીનો છે. લિવરપુલ, રિયલ નેગોશિઅેશન કરી રહ્યાં છે.
  • લિવરપુલના મોહમ્મદ સાલાહ પર સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ અને બાર્સેલોનાની નજર છે.
  • યુવેન્ટ્સનો ડાયબાલા ટૉટેનહમ કે યુનાઈટેડ સાથે જોડાઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો