• Gujarati News
  • Sports
  • United Called A Meeting Just Two Hours After The Defeat, And Decided To Remove Coach Ole Gunner.

અંતનો પ્રારંભ:યુનાઈટેડે હારના 2 કલાક બાદ જ મિટિંગ બોલાવી, કોચ ઓલે ગનરને હટાવવાનો નિર્ણય લેવાયો

માન્ચેસ્ટર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રીમિયર લીગમાં 16મા ક્રમની ટીમ સામે માન્ચેસ્ટર યુનાઈટેડ હાર્યું, 7 માંથી 1 મેચ જીતી
  • જિદાન કોચ તરીકે ટીમ ઓનરની પ્રથમ પસંદ

ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના કોચ ઓલે ગનર સોલ્સકેયરને હટાવી દીધા છે. યુનાઈટેડનું લીગમાં સતત ખરાબ પ્રદર્શન યથાવત્ છે. ટીમ ગત 7 મેચમાંથી માત્ર 1 જ જીત મેળવી શકી છે. ઓલે ગનરની કોચિંગમાં ટીમ વર્તમાન સિઝનમાં 12માંથી માત્ર 5 મેચ જીતી શકી છે. યુનાઈટેડને શનિવારે પ્રીમિયર લીગમાં 16માં ક્રમની વાટફોર્ડે 4-1થી હરાવી હતી. યુનાઈટેડના માલિક ગ્લેઝર ફેમિલીએ આ મેચ બાદ માત્ર 2 કલાકમાં ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં એ મુદ્દે ચર્ચા કરવામા આવી કે, ગનરને કોચ તરીકે યથાવત્ રાખવા જોઈએ કે નહીં. જે પછી જ ઓલે ગનરને હટાવવાનો નિર્ણય લેવાયો.

આ ઉપરાંત ઓલે ગનરના ફાઈનલ પેમેન્ટની શરતો પણ મીટિંગનો મુખ્ય એજન્ડા હતો. અગાઉ એવા એહવાલ હતા કે, ઓલ્ડ ટ્રૈફર્ડના ટેક્નિકલ ડિરેક્ટર ડૈરેન ફ્લેચરને વિલારિયલ તથા ચેલ્સી વિરુદ્ધ આગામી 2 મેચ દરમિયાન વચગાળાના કોચ બનાવાવામાં આવી શકે છે. જોકે તે પછી ફર્સ્ટ ટીમના કોચ માઈકલ કૈરિકને કેર ટેકર કોચ બનાવવામાં આવ્યા. મુખ્ય કોચની રેસમાં રિયલ મેડ્રિડના પૂર્વ કોચ જિનેદિન જિદાન અને લીસ્ટરના બ્રેન્ડન રોજર્સ છે. એવો પણ દાવો કરવામા આવી રહ્યો છે કે, યુનાઈટેડ અને ગ્લેઝર ફેમિલીને જિદાનને કોચ બનાવવામાં વધુ રસ છે. જેમણે રિયલને 3 વખત ચેમ્પિયન્સ લીગની ટ્રોફી જીતાડી હતી. તે ઓલે ગનરના રિપ્લેસમેન્ટ બની શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, વાટફોર્ડની હાર બાદ ઓલે ગનર ખેલાડીઓ અને સ્ટાફના સભ્યોની પહેલા જ વિદાય લઈ ચૂક્યા છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે, વાટફોર્ડ વિરુદ્ધની હાર બાદ યુનાઈટેડના કેમ્પના લોકો રડી રહ્યાં હતા. ટીમના ખેલાડીઓ પણ જાણતા હતા કે, આ હાર બાદ કોચ ગનરને હટાવવામાં આવી શકે છે. અગાઉ એવી અટકળો હતી કે, ફ્રાન્સના જિદાન સિઝનની અધવચ્ચે યુનાઈટેડના કોચ બનવા માટે તૈયાર નથી. જોકે જે રીતે જોએલ ગ્લેઝરની જિદાનને કોચ બનાવવાની ઈચ્છા છે, તે જોતા એવું લાગે છે કે- યુનાઈટેડ એક સારા ઓફર સાથે જિદાનને યુનાઈટેડ સાથે જોડી શકે છે. જોકે જિદાનની પત્ની વેરોનિક માન્ચેસ્ટરમાં રહેવા માગતી નથી. તેઓ ઈચ્છે છે કે, વાપસી કરતા અગાઉ એક લાંબો બ્રેક લે.

ઓલે ગનરને મળશે 75 કરોડ રૂપિયા
ઓલે ગનરને મિડ સિઝનનમાં હટાવવા પર પણ સંપૂર્ણ વર્ષનું વેતન મળશે. રિપોર્ટ્સ અનુસાર, તેમને 7.5 મિલિયન પાઉન્ડ (આશરે 75 કરોડ રૂપિયા) મળશે. તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ પગાર મેળવનાર મેનેજરમાં પાંચમા ક્રમે છે. માન્ચેસ્ટર સિટીના ગુઆર્ડિઓલા, લિવરપૂલના ક્લોપ, લીસ્ટરના રોજર્સ અને લીડ્સના માર્સેલો બિલ્સા તેમનાથી આગળ છે.

અન્ય સમાચારો પણ છે...