આઇપીએલ / કોહલી સાથે બોલાચાલી થયા પછી અમ્પાયર લોન્ગે દરવાજો તોડ્યો, 5 હજાર રૂપિયાનો દંડ થયો

Umpire Long, broke the door after a brawl with Kohli, 5000 rupees fine

  • આઇપીએલમાં વિરાટ કોહલી અને અમ્પાયર વચ્ચે બોલાચાલી થઇ હોય તેવો આ બીજો બનાવ છે
  • હૈદરાબાદ સામેની મેચમાં ઉમેશના બોલને નો-બોલ આપવાથી નારાજ હતો બેંગ્લોરનો કેપ્ટન

divyabhaskar.com

May 07, 2019, 07:16 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ 2019માં અમ્પાયરિંગનો નવો એક વિવાદ સામે આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 4 મેના રોજ રમાયેલી મેચમાં હૈદરાબાદે પહેલી બેટિંગ કરી હતી. ઇનિંગ્સની 20મી ઓવરના છેલ્લા બોલમાં અમ્પાયર નાઈજલ લોન્ગે નો-બોલ આપ્યો હતો. જોકે રિપ્લેમાં સ્પષ્ટ હતું કે તે નો-બોલ નથી. આના લીધે બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને અમ્પાયર લોન્ગ વચ્ચે બોલાચાલી થઇ હતી. તે પછી ગુસ્સામાં લાલઘુમ લોન્ગે અમ્પાયર રૂમના દરવાજાને જોરથી લાત મારી હતી. તે માટે તેને પાંચ હજાર રૂપિયાનો દંડ થયો હતો. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોરની મેચ વખતે પણ અમ્પાયર અને વિરાટ કોહલી વચ્ચે બોલાચાલી થઇ હતી.

તે નો-બોલ નહતો

રિપ્લેમાં સ્પષ્ટ હતું કે ઉમેશે ફેંકેલો બોલ નો-બોલ નહતો. બોલ નાખતી વખતે ઉમેશનો પગ ક્રિઝની અંદર જ હતો. ઉમેશે આ બાબતે પહેલા અમ્પ્યાર સાથે વાત કરી હતી. તે પછી વિરાટ પણ વાત કરવા આવ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. અમ્પાયરે પોતાનો નિર્ણય ફેરવ્યો ન હતો અને ઉમેશને ફરીથી બોલ નાખવો પડ્યો હતો.

દરવાજા પર ગુસ્સો કાઢ્યો

ઇનિંગ્સ પૂરી થયા પછી ખેલાડી ડ્રેસિંગ રૂમ અને અમ્પાયર પોતાના રૂમમાં ગયા હતા. નાઈજલ લોન્ગ અમ્પાયર રૂમમાં પહોંચ્યો અને તેણે દરવાજા પર એટલી જોરથી લાત મારી કે તે તૂટી ગયો હતો. જોકે પછી લોન્ગને તેની ભૂલ સમજાણી હતી. મેચ પછી તેણે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનને દંડના 5 હજાર રૂપિયા આપ્યા હતા.

લોન્ગ એલિટ પેનલના અમ્પાયર છે

50 વર્ષીય નાઈજલ લોન્ગ મૂળ ઇંગ્લેન્ડના છે. તે છેલ્લા કેટલાક વર્ષથી આઈસીસીની એલિટ પેનલમાં શામેલ છે. તે વર્લ્ડકપમાં પણ અમ્પાયરિંગ કરવાના છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે કર્ણાટક ક્રિકેટ એસોસિએશને ઘટનાની રિપોર્ટ બીસીસીઆઈને મોકલી દીધી છે. તે આ મામલે આગળ કારવાઈ કરી શકે છે.

X
Umpire Long, broke the door after a brawl with Kohli, 5000 rupees fine
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી