વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં 185 દેશના સ્વિમર ભાગ લઈ રહ્યા છે. રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ ફિનાએ રશિયા અને બેલારુસની ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યુક્રેનની સ્વિમિર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેની મહિલા આર્ટિસ્ટિક ટીમ ફ્રી કૉમ્બિનેશનના પ્રારંભિક રાઉન્ડમાં 93.933 પોઈન્ટ સાથે ટોપ પર છે. જોકે, ઓવરઓલ ટૂર્ના.માં યુક્રેને એક સિલ્વર જીત્યો છે. જ્યારે અમેરિકા 2 ગોલ્ડ સાથે પ્રથમ ક્રમે છે.
અમેરિકાની લેડેકીનો કરિયરમાં 16મો ગોલ્ડઃ અમેરિકાની 25 વર્ષીય કેટી લેડેકીએ 400 મીટર ફ્રી-સ્ટાઈલમાં ગોલ્ડ જીત્યો. આ લેડેકીના કરિયરનો 16મો વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ છે. તે સૌથી વધુ વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર સ્વિમર (મહિલા-પરુષો)માં ત્રીજા ક્રમે છે. ફેલ્પ્સ (26) અને લોશ્ટે (18) બીજા ક્રમે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.