ભારતીય કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) સામે ઊભા થયા છે. બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટની આગેવાની હેઠળ કેટલાક કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર મેદાન પર નેશનલ ફેડરેશન સામે વિરોધ કરી રહ્યા છે. ખેલાડીઓ WFI પ્રમુખ બ્રજભૂષણ શરણનો બહિષ્કાર કરવાની પણ માગ કરી રહ્યા છે.
આ ખેલાડીઓ નેશનલ ફેડરેશનના મનમાની વલણનો વિરોધ કરી રહ્યા છે. કુસ્તીબાજોનું કહેવું છે કે ફેડરેશન તેમને નિરાશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દેશ માટે મેડલ જીતવા છતાં તેમને તે સન્માન નથી મળી રહ્યું. જેના માટે તેઓ હકદાર છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યારે તેઓ દેશ માટે મેડલ જીતે છે, ત્યારે બધા જ તેમને બિરદાવે છે. પરંતુ, તે પછી અમારું શું થાય છે તે કોઈ જોતું નથી.
હડતાલને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી - બજરંગ પુનિયા
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું હતું કે 'અમારો વિરોધ ફેડરેશન સામે છે. અમે તેઓ જે રીતે કામ કરી રહ્યા છે તેની વિરુદ્ધ છીએ. આમાં કોઈ રાજકારણ નથી. અમે અહીં કોઈ નેતાને બોલાવ્યા નથી. આ માત્ર કુસ્તીબાજોનું પ્રદર્શન છે. જંતર-મંતર પર લગભગ 12 કુસ્તીબાજો હાથમાં ત્રિરંગો લઈને બેઠા છે.'
વિરોધ ચાલે ત્યાં સુધી કોઈ ખેલાડી ટૂર્નામેન્ટ નહીં રમે
બજરંગ પુનિયાએ વધુમાં કહ્યું હતું કે 'જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ના થાય ત્યાં સુધી ભારતના તમામ ટોચના કુસ્તીબાજો કોઈપણ નેશનલ અને ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ નહીં રમે. ફેડરેશન અમારી સાથે સારો વ્યવહાર કરતું નથી. તમામ કુસ્તીબાજો PM ઓફિસ અને ગૃહમંત્રીને અમારી મદદ કરવા વિનંતી કરે છે.'
હું 10 વર્ષથી તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છું - વિનેશ ફોગટ
વિનેશ ફોગાટે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે 'હું લગભગ 10 વર્ષથી ફેડરેશન સાથે વાત કરવાનો અને અમારા મુદ્દાઓ સમજાવવાનો પ્રયાસ કરી રહી છું. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી.'
કુસ્તીબાજોએ ટ્વિટ કર્યું
કુસ્તીબાજોએ WFI વિરુદ્ધ ટ્વિટ કરીને તેમની સમસ્યાઓ સમજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.