તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo Paralympic Silver Medalist Arrives In Ahmedabad, Grand Welcome At Ahmedabad Airport

સિદ્ધિ બદલ સન્માન, ગુજરાતમાં ગ્રાન્ડ વેલકમ:ટોક્યો પેરાલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલ અમદાવાદ પહોંચી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાવિના પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ભાવિના પટેલની ફાઇલ તસવીર
  • ભારતે આ વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે, જેમાં 5 ગોલ્ડ મેડલ પણ સામેલ

ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ક્લાસ 4ની મેચમાં ભારતને સિલ્વર મેડલ જીતાડનાર ભાવિના પટેલનું શુક્રવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં લોકો ઢોલ, બેનરો અને ફુલદાન લઇને ભાવિનાને ભેટ આપવામાં માટે એકત્રિત થયા હતા. એટલું જ નહીં ભાવિના હજુ એરપોર્ટ આવે તે પહેલાથી જ એરપોર્ટ પર લોકો મેડાલિસ્ટના આગમનની ખુશીમાં ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું ગૌરવ વધારનાર ભાવિનાનું ભવ્ય સ્વાગત કરવામાં ગુજરાતીઓએ કોઇપણ પ્રકારની બાંધછોડ રાખી નહતી.

ભાવિનાબેન પટેલે ઇતિહાસ રચ્યો, પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાની મેચ હતી. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. જેથી ભાવિનાને સિલ્વર મેડલથી સંતુષ્ટ થવું પડ્યું હતું. તે ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડી પણ છે. ગુજરાતની આ ખેલાડીને ગુજરાત સરકાર રૂ. ત્રણ કરોડ આપશે.

તેણે સેમી ફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી. આ પહેલા તે ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને 11-5, 11-6, 11-7થી હરાવીને સેમી ફાઈનલમા પહોંચી હતી.

રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહનરૂપે 3 કરોડના પુરસ્કારની જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિદ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.

'એક સમય હતો કે ભાવિનાના અભ્યાસ માટે ઉછીના પૈસા લેવા પડતા
'આ શબ્દો છે ભાવિના પટેલના પિતા હસમુખભાઈના. દિવ્યાંગ દીકરીની સિદ્ધીને લઈ આજે તેઓ ખૂબ જ ખુશ છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલા પુરસ્કાર બાદ હસમુખભાઈએ કહ્યું હતું કે, અમે મધ્યવર્ગીય પરિવાર છીએ, જે પુરસ્કાર મળ્યો છે તેના અમે ખુશ છીએ. જે પુરસ્કારની રકમ મળી છે તેમાંથી અમે ભાવિનાના આગળના વિકાસ માટે ઉપયોગ કરીશું. હસમુખભાઈએ કહ્યું હતું કે, ભાવિના આગળ વધે તે માટે અમે ક્યારે પાછુ વળીને જોયું નથી. જરુરિયાત મુજબ અમને જ્યાંથી ઉછીના પૈસા મળ્યા ત્યાંથી અમે લીધા છે.

60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના છ ખેલાડીઓ ઓલિમ્પિકમાં
રાજ્ય સરકારના સઘન પ્રયાસોને કારણે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની છ ખેલાડીઓ ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટોક્યો ઓલમ્પિકમાં ત્રણ અને પેરાઓલમ્પિક ગેમમાં ત્રણ એમ ગુજરાતની એક સાથે છ મહિલા ખેલાડીઓની પસંદગી વૈશ્વિક રમત સ્પર્ધાઓમાં થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રોત્સાહક નિર્ણય ને પગલે ગુજરાતની તમામ છ દીકરીઓને પ્રત્યેકને રૂપિયા 10 લાખની સહાય ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા જતા પહેલા પૂર્વ તૈયારીઓ માટે આપવામાં આવી હતી.

ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ જીત્યા
ભારતે આ વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે, જેમાં 5 ગોલ્ડ મેડલ પણ સામેલ છે. ટોક્યો પહેલા 2016 રિયો પેરાલિમ્પિકમાં ભારતે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 4 મેડલ જીત્યા છે. ઈન્ડિયન ટીમ 1968થી પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. 2016 રિયો સુધી 11 પેરાલિમ્પિકમાં ભારતે 12 મેડલ જીત્યા હતા. ટોક્યોમાં ભારત દ્વારા 9 ગેમમાં 54 ખેલાડીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...