તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo Paralympic 2020 | India's Disappointing Performance In Swimming, Badminton And Shooting As Well, Pramod Palak Loses

ટોક્યો પેરાલિમ્પિક અપડેટ:શૂટિંગ પછી સ્વિમિંગ અને બેડમિન્ટનમાં પણ ભારતનું નિરાશાજનક પ્રદર્શન, પ્રમોદ-પલકની જોડી હારી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • સ્વિમિંગ ફાઇનલમાં સુયશ જાધવ ડિસ્ક્વોલિફાઈ

ટોક્યો પેરાલિમ્પિક ગેમમાં ભારતે 10 મેડલ પોતાને નામ કરીને ઈતિહાસ તો રચી દીધો છે પરંતુ આજનો દિવસ ભારતીય એથ્લીટ્સ માટે નિરાશાજનક સાબિત થયો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના સુયશ જાધવ પુરુષોની 100મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધાની ફાઇનલમાં ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા હતા. તેમની પહેલા 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિદ્ધાર્થ બાબૂ, દીપક સોની અને અવનિ લેખરાવાળી ઈન્ડિયન ટીમ ફાઇનલમાં ક્વોલિફાઇ કરી શકી નહતી.

મહત્ત્વપૂર્ણ દિવસે નિરાશાજનક પ્રદર્શન
ભારત માટે આજનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ હતો. ઉલ્લેખનીય છે કે ગત 7માં દિવસે ભારતીય ખેલાડીઓએ પ્રશંસનીય પ્રદર્શન દાખવીને 3 મેડલ પોતાને નામ કર્યા હતા. આ દિવસે પહેલો મેડલ શૂટિંગમાં સિંહરાજ અડાનાએ અપાવ્યો હતો, ત્યારપછી મરિયપ્પન થંગવેલુ અને શરદે ભારતને મેડલ જીતાડ્યા હતા.

શૂટિંગ મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન
ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. સિદ્ધાર્થ બાબુ, દીપક સૈની અને અવની લેખરાનો સમાવેશ કરતી ભારતીય શૂટિંગ ટીમ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવામાં ચૂકી ગઇ હતી. છઠ્ઠી શ્રેણીમાં અવની લેખરાએ ભારત માટે 10.496 અંક મેળવીને 27મા ક્રમે રહી હતી. સિદ્ધાર્થ 10.425 માર્ક્સ સાથે 40માં નંબરે રહ્યો હતો. જ્યારે દીપક સૈની 10.451 પોઈન્ટ સાથે 43મા ક્રમે રહ્યો હતો. આવી રીતે ત્રણેય ભારતીય શૂટર શૂટિંગના મિક્સ્ડ ઇવેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

સ્વિમિંગ ફાઇનલમાં સુયશ જાધવ ડિસ્ક્વોલિફાઈ
ટોક્યો પેરાલિમ્પિકમાં 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધાની ફાઇનલ રેસ પૂરી થઈ ગઈ છે. સુયશ જાધવનો સમય આંકવમાં ન આવતા તે સીધો ડિસ્ક્વોલિફાઈ થઈ ગયો હતો.

બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સમાં પ્રમોદ-પલક હાર્યા
બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SL5 ગ્રુપ Bની પહેલી મેચમાં પ્રમોદ ભગત અને પલક કોહલીની ભારતીય જોડીને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય જોડીને ફ્રાન્સની લુકાસ-નોએલની જોડીએ હરાવી હતી.

જોકે આ મેચ પણ રસાકસી ભરી રહી હતી, પહેલો સેટ હાર્યા બાદ ભારતીય જોડીએ પ્રશંસનીય પ્રદર્શન દાખવીને સેટ 1-1થી બરાબર કર્યો હતો. પરંતુ છેવટે ફ્રાન્સનું પલડું ભારે રહ્યું અને પલક-પ્રમોદની જોડી 9-21, 21-15 અને 19-21થી મેચ હારી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...