• Gujarati News
  • Sports
  • Tokyo Olympics Gold Medalist Niraj Chopra Will Be Awarded The 'Most Distinguished Service Medal'; Republic Day Will Be Honored

ગોલ્ડન બોયની વધુ એક સિદ્ધિ:નીરજ ચોપરાને ગણતંત્ર દિવસે 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' અપાશે; જાણો રાજપૂતાના રાઈફલ્સ સાથેનો ખાસ સંબંધ

4 મહિનો પહેલા

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનારા નીરજ ચોપરાને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' (PVSM)થી ગણતંત્ર દિવસે સન્માનિત કરાશે. તમને જણાવી દઈએ કે અત્યારે નીરજ ભારતીય સેનાના રાજપૂતાના રાઈફલ્સમાં તેનાત છે.

પરમ વિશિષ્ટ સેવા મેડલની તસવીર
પરમ વિશિષ્ટ સેવા મેડલની તસવીર

પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM)વિશે માહિતી
PVSM ભારતીય સૈન્યનો મેડલ છે. આની શરૂઆત 1960માં કરાઈ હતી. આ મેડલ શાંતિ અને સેવા ક્ષેત્રમાં અવિશ્વસનીય ઉપલબ્ધી પ્રાપ્ત કરી હોય તેને આપવામાં આવે છે. આ ગણતંત્ર દિવસે નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે. તમને જણાવી દઈએ કે પ્રાદેશિક સેના, સહાયક અને રિઝર્વ દળો, નર્સિંગ અધિકારીઓ અને નર્સિંગ સેવાઓના અન્ય સભ્યો અને અન્ય કાયદેસર રીતે રચાયેલા સશસ્ત્ર દળો સહિત ભારતીય સશસ્ત્ર દળોના તમામ રેન્કના કર્મચારીઓ આ એવોર્ડ મેળવવા માટે પાત્ર છે. પરમ વિશિષ્ઠ સેવા મેડલની સ્થાપના મૂળરૂપે 26 જાન્યુઆરી 1960ના દિવસે 'વિશિષ્ટ સેવા ચંદ્રક, વર્ગ I' તરીકે કરવામાં આવી હતી. તેનું નામ 27 જાન્યુઆરી 1961ના દિવસે બદલવામાં આવ્યું હતું.

રાજપૂતાના રાઈફલ્સે કૌશલ્ય પારખ્યું
તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાની સફળતા પાછળ સેનાનો સાથ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો છે. 2015માં રાજપૂતાના રાઈફલ્સની ટીમે નીરજ ચોપરાના કૌશલ્યને પારખ્યું હતું. આ સમયે નીરજ માત્ર 17 વર્ષનો હતો. રાજપૂતાના રાઈફલ્સ રેજિમેન્ટે એથલેટિક્સ કોચે ચોપરાને તાત્કાલિક આર્મીમાં ભરતી થવાની સહાય કરી હતી. ત્યારપછી નીરજે પોલેન્ડમાં IAAF અંડર-10 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો અને ત્યારપછી સેનાએ તાત્કાલિક નીરજની ભરતી કરી લીધી હતી. બસ ત્યારપછી નીરજ ચોપરાની ટ્રેનિંગ અને સારવારનો સંપૂર્ણ ખર્ચો સેના ઉઠાવી રહી છે.

નીરજે ભારતને એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો
ભારતની એથ્લેટિક્સમાં મેડલ જીતવાની 121 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. નીરજે ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજની પ્રથમ પ્રતિક્રિયા એ હતી કે આ મારા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. એવામાં ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર નીરજને વડાપ્રધાન મોદીએ વીડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી.

12 કિલો વજન વધી જતા ખાસ ટ્રેનિંગ શરૂ
ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કરનારો જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યો છે. તેણે લાંબાગાળાના બ્રેક પછી ફરીથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તેના કોચે ઈન્સ્ટાગ્રામમાં પ્રેક્ટિસ સેશનનો ખાસ વીડિયો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે પ્રયત્ન અને મહેનત વચ્ચે કોઈપણ વિકલ્પ હોતો નથી. તેણે જીમમાં વર્કઆઉટ સેશનમાં ભાગ લીધો હતો.

અમેરિકામાં નીરજ એક્શનમાં આવ્યો
અત્યારે નીરજ ચોપરા અમેરિકામાં છે અને પેરિસ ઓલિમ્પિક માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. અત્યારે ત્યાં તે જીમમાં રોપ્સ વડે કસરત કરી રહ્યો છે. તેવામાં વચ્ચે મીડિયાના અહેવાલો પ્રમાણે નીરજનું વજન પણ ઘણું વધી ગયું હતું. તેવામાં પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા તે ફરીથી ફિટ થઈ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પ્રયાસ કરશે. આ સમયે નીરજ જેવી રીતે મહેનત કરી રહ્યો છે તેનો વીડિયો કોચે શૂટ કર્યો હતો.

બ્રેક ટાઈમ દરમિયાન નીરજે ડાયટ ચાર્ટ અનુસર્યો નહોતો
નીરજ ચોપરાના કોચે જણાવ્યું હતું કે ટોક્યોથી પરત ફર્યા પછી નીરજે પોતાને થોડો સમય આપવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેણે પોતાની જીતની ઉજવણી કરી અને ડાયટ ચાર્ટને અનુસર્યા વિના મનગમતું વ્યંજન ખાધું હતું. જેના કારણે 12 કિલો જેટલું તેનું વજન વધી ગયું હતું. પરંતુ હવે જ્યારે ફરી એકવાર તે મિશન મોડમાં આવી ગયો છે, ત્યારે તે રૂટીન ડાયટ અનુસરવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...