• Home
  • Sports
  • Tokyo Olympics 2020 postponed due to coronavirus

નિર્ણય: ટોક્યો ઓલિમ્પિક 1 વર્ષ માટે મુલતવી, ઓલિમ્પિક મંત્રીએ કહ્યું - કોવિડ -19ના અંત પછી જ ગેમ્સ વિશે વિચારીશું

કોરોનાવાઇરસના કારણે 192 દેશમાં 15 હજારથી વઘુ લોકોના મોત થયા છે.
કોરોનાવાઇરસના કારણે 192 દેશમાં 15 હજારથી વઘુ લોકોના મોત થયા છે.
X
કોરોનાવાઇરસના કારણે 192 દેશમાં 15 હજારથી વઘુ લોકોના મોત થયા છે.કોરોનાવાઇરસના કારણે 192 દેશમાં 15 હજારથી વઘુ લોકોના મોત થયા છે.

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 09:10 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને 1 વર્ષ માટે પોસ્ટપોન કરવામાં આવી છે. મંગળવારે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ થોમક બાક વચ્ચેની બેઠક પછી રમતો મુલતવી રાખવાની સંમતિ થઈ હતી. આ રમતો હવે 2021ના ​​સમરમાંમાં યોજાશે. આ વર્ષે 24 જુલાઈથી 9 ઓગસ્ટની વચ્ચે ઓલિમ્પિક્સ યોજવાનું હતું. આબેના ઘરે મંગળવારે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ પછી, ઓલિમ્પિકના પ્રધાન સાયકો હાશીમોટોએ કહ્યું - ટોક્યો ઓલિમ્પિક ત્યારે જ થઈ શકે જ્યારે કોરોનાવાયરસ સમાપ્ત થાય.

કેટલું આર્થિક નુકસાન?

2016થી અત્યાર સુધીમાં IOCએ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે 5.7 અબજ ડોલર (રૂ. 40 હજાર 470 કરોડ)ની આવક એકત્ર કરી છે. આમાં 73% મીડિયા રાઇટ્સથી આવ્યા છે. બાકીના 27 ટકા સ્પોન્સર તરફથી આવ્યા છે. જો રમતો રદ્દ કરવામાં આવે છે, તો IOCએ તે રકમ પરત કરવી પડશે. તેથી, રમતો મુલતવી રાખવામાં આવી છે અને રદ્દ કરવામાં આવી નથી.

જાપાને 12.6 અબજ ડોલર ખર્ચ કર્યા છે

જાપાન ટોક્યો ઓલિમ્પિક 2020નું આયોજન કરે છે. સત્તાવાર આંકડા મુજબ, તેણે અત્યાર સુધીમાં તૈયારીઓ પાછળ 12.6 અબજ ડોલર ખર્ચ કર્યા છે. કુલ અંદાજિત ખર્ચ તેના કરતા બે ગણો છે, જે આશરે 25 અબજ ડોલર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી