તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo Olympic Village Coronavirus Case Update | First COVID Postive Found In PyeongChang Villag

ઓલિમ્પિક સંકટમાં:ગેમ્સ શરૂ થાય એના 6 દિવસ પહેલા ઓલિમ્પિક વિલેજમાં સંક્રમિત દર્દી મળી આવ્યો; મેનેજમેન્ટ ટીમનો સભ્ય પોઝિટિવ

10 દિવસ પહેલા
  • જાપાનના લોકો ઓલિમ્પિક યોજવાના પક્ષમાં નથી, ઓલિમ્પિકમાં દર્શકોની 'નો એન્ટ્રી'

ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ઓલિમ્પિક શરૂ થાવામાં હવે માત્ર 6 દિવસ બાકી રહ્યા છે, પરંતુ 4 દિવસ પહેલા ઓપન થયેલા ઓલિમ્પિક વિલેજમાં કોરોનાનો પહેલો કેસ પોઝિટિવ આવ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં તૈયારી શરૂ થઈ ગઈ છે, તેવામાં એક સ્ટાફનો અધિકારી કોરોના સંક્રમિત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આયોજકોએ સંક્રમિત અધિકારીઓને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરી દીધા છે.

આના 2 દિવસ પહેલા જાપાનમાં 1 ખેલાડી સહિત 5 સ્ટાફના કર્મચારી સંક્રમિત મળી આવ્યા હતા. વળીં, બ્રાઝીલની ટીમ જે હોટલમાં રહી છે, ત્યાં પણ કુલ 8 સ્ટાફ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા છે.

ટોક્યોમાં 22 ઓગસ્ટ સુધી ઇમરજન્સી લાગૂ
જાપાનમાં કોરોનાના વધતા જતા કેસના કારણે શુક્રવારે 3418 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 24 લોકોના મોત નીપજ્યાં છે. જેના કારણે ટોક્યોમાં ઇમરજન્સીની ટાઇમલાઇનને વધારીને 22 ઓગસ્ટ કરી દેવાઈ હતી. આ દરમિયાન પાર્ક, હોટલ, રેસ્ટોરાં, થિએટરને રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ઓલિમ્પિકમાં જાતે મેડલ પહેરવું પડશે
ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથલિટનું લક્ષ્યાંક મેડલ જીતવાનું હોય છે. વિજેતા એથલિટને પોડિયમ પર મેડલ પહેરાવામાં આવે છે. આ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ સમી હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે તે શક્ય નથી, આ ટર્મમાં ખેલાડીએ જાતે જ મેડલ પહેરવાનું રહેશે. એટલું જ નહીં ખેલાડીઓને મેડલ સેરેમની દરમિયાન એથલિટો સાથે શેક હેન્ડ કરીને ગળે મળવાની અનુમતિ પણ આપવામાં આવી નથી.

ઓલિમ્પિકમાં દર્શકોની 'નો એન્ટ્રી'
કોરોના મહામારીના કારણે ટોક્યોમાં ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે. ઓલિમ્પિક સ્ટેડિયમમાં દર્શકોને પ્રવાશ ના આપવાની પણ સૂચના બહાર પાડી દેવાઈ છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે દરેક સ્ટેડિયમમાં 50% કેપેસિટી એટલે કે વધુમાં વધુ 10 હજાર લોકોને પ્રવેશ અપાશે. પરંતુ કોવિડ કેસ વધતા આ નિર્ણય લેવાયો છે.

જાપાનના લોકો ઓલિમ્પિક યોજવાના પક્ષમાં નથી
જાપાનમાં ખાસ કરીને ટોક્યોના લોકો કોરોનાકાળમાં ઓલિમ્પિક ઇવેન્ટના આયોજન કરવાનાં પક્ષમાં નથી. સર્વેમાં 60થી 70% લોકોએ કહ્યું કે ઓલિમ્પિકને સ્થગિત અથવા રદ કરી દેવી જોઇએ. સ્થાનિકો એટલા ચિંતાતુર છે કે ઓલિમ્પિકની ટોર્ચ રેલી પછી તેમણે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. એક શહેરમાં તો લોકોએ ટોર્ચની આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે જાપાન સરકારે ઓલિમ્પિક અંગે કોઇ નિર્ણય કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...